નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે મંગળવારે અલ્હાબાદ હાઈકોર્ટના આદેશને પડકારતી અરજીને ફગાવી દીધી છે. હાઈકોર્ટે પોતાના આદેશમાં ફરી પરીક્ષા માટે પ્રશ્નપત્રોને UGC પેનલને મોકલ્યા વગર ઉત્તર પ્રદેશમાં શિક્ષામિત્રોની ભરતીની વાત કહી હતી. સુપ્રીમ કોર્ટે આ સાથે અરજકર્તાને આ મામલે હાઇકોર્ટમાં અપીલ કરવા જણાવ્યું છે.
ઉત્તરપ્રદેશ શિક્ષામિત્ર કેસ: સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી - સુપ્રીમ કોર્ટે અરજીને ફગાવી
સુપ્રીમ કોર્ટે શિક્ષામિત્રના પ્રશ્ન પત્રોને UGC પેનલને નહીં મોકલવાના અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયને પડકારતી અરજીની સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે અરજદારને હાઇકોર્ટમાં અપીલ કરવા જણાવ્યું છે.
![ઉત્તરપ્રદેશ શિક્ષામિત્ર કેસ: સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી sc](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7933673-thumbnail-3x2-var.jpg)
sc
8 મેના રોજ અલ્હાબાદ હાઈકોર્ટની સિંગલ જજ બેન્ચે શિક્ષામિત્રોની પરીક્ષા અંગે શંકા વ્યક્ત કરી હતી અને તેને UGC પેનલને મોકલવાની ભલામણ કરી હતી. પરંતુ બાદમાં આને હાઇકોર્ટના ડિવિઝન બેન્ચે રોક લગાવી હતી અને સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર ઉત્તર પ્રદેશ સરકારને ભરતી શરૂ કરવાની મંજૂરી આપી હતી.
એક શિક્ષામિત્ર ઉમેદવારે આ હુકમને પડકાર્યો હતો. હાલમાં સુપ્રીમ કોર્ટે આજે મંગળવારે આ અરજીને હાઈકોર્ટમાં પહોંચવાની સ્વતંત્રતા સાથે ફગાવી દીધી છે.