અયોધ્યા જમીન વિવાદ મુદ્દે સુપ્રીમ કૉર્ટે મહત્વનો નિર્ણય કર્યો છે. ગુરૂવારે મધ્યસ્થતા કમિટિનો રિપોર્ટ જોયા બાદ સુપ્રીમ કૉર્ટની સંવૈધાનિક બેચ દ્વારા મધ્યસ્થતા કમિટિને 31 જુલાઈ સુધીનો સમય આપ્યો છે, ત્યારબાદ 2 ઑગષ્ટથી કૉર્ટમાં દરરોજ સુનવણી હાથ ધરાશે.
અયોધ્યા કેસઃ માત્ર 31 જુલાઈ સુધી મધ્યસ્થતા, 2 ઓગસ્ટથી દરરોજ સુનાવણી - up
નવી દિલ્હીઃ વિવાદીત અયોધ્યાની જમીન મુદ્દે ઉચ્ચ ન્યાયાલયનો નિર્ણય આવ્યો છે. મધ્યસ્થ કમિટિ આગામી 31 જુલાઈ સુધી જ કાર્યરત રહેશે. બાદમાં 2 ઑગષ્ટથી ઉચ્ચ ન્યાયાલયમાં આ મુદ્દે દરરોજ સુનવણી હાથ ધરવામાં આવશે. સુપ્રીમ કૉર્ટ આજે અયોધ્યા વિવાદ મુદ્દે રોજ સુનાવણી કરવી કે કેમ તે અંગે નિર્ણય કર્યો છે. અયોધ્યા વિવાદ મુદ્દે સુપ્રીમ કૉર્ટે બનાવેલી મધ્યસ્થતા કમિટિના રિપોર્ટની સમીક્ષા પણ કરાઈ હતી.
સુપ્રીમ કૉર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની આગેવાનીવાળી પાંચ ન્યાયાધીશોની બેચે ઉચ્ચ ન્યાયાલયના રિટાયર્ડ જજ જસ્ટિસ કલીફુલ્લાની અધ્યક્ષતામાં મધ્યસ્થ કમિટિ બનાવી હતી. જેના થકી આ મુદ્દાનો વાતાઘાટોથી ઉકેલ લાવવાનો પ્રયત્ન કરાયો હતો.
શરૂઆતમાં આ કમિટિને બે મહિના એટલે કે 8 અઠવાડિયાનો સમય અપાયો હતો. બાદમાં તે સમયમર્યાદા 13 અઠવાડિયા એટલે કે 15 ઑગષ્ટ સુધી વધારી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ કૉર્ટનું ઉનાળું વેકેશન પૂર્ણ થતાં જ અરજદાર ગોપાલ સિંહ વિશારદે કૉર્ટને કહ્યું કે, સમિતિ થકી વિવાદના ઉકેલની શક્યતાઓ નહિવત્ છે. કારણ કે, તેમાં ફક્ત સમય વેળફાઈ રહ્યો છે. જેથી ન્યાયાલય કમિટિને બરખાસ્ત કરી પોતે સુનવણી કરી મુદ્દાનું નિરાકરણ લાવે. ત્યારે આજે આ મુદ્દે સુપ્રીમ કૉર્ટના નિર્ણય પર તમામ લોકોની મીટ મંડરાયેલી છે.