નવી દિલ્હી: ભારતના મુખ્ય જજ એસ.એ.બોબડેની આગેવાની વાળી બેન્ચે આધારની જરૂરિયાત અને વિવિધ યોજનાઓ માટે આધાર લિન્ક કરવા અંગેની અરજીની સુનાવણી સ્થગિત કરી દીધી છે. સુનાવણી 4 અઠવાડિયા બાદ આજે એટલે કે સોમવારે થવાની હતી.
જે રાજ્યોમાં કાઉન્ટર એફિડેવિટ દાખલ કરવામાં આવ્યું નથી, તે રાજ્યોને દાખલ કરવા અંગે આદેશ આપવામાં આવ્યો છે. જેથી કેન્દ્ર સરકાર સારી સ્થિતિનું વિશ્લેષણ કરી શકે.
વરિષ્ઠ એડવોકેટ કૉલિન ગોન્જાલ્વેસે કહ્યું કે, આધારની જરૂરિયાત અને લિન્કના કારણે 3 કરોડ રેશન કાર્ડ રદ્દ થયાં છે.