નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટમાં આવતીકાલે PSA હેઠળ ઉમર અબ્દુલ્લાની અટકાયત વિરુદ્ધ દાખલ કરેલી અરજી પર સુનાવણી કરાશે. નોંધનીય છે કે, બુધવારે સુનાવણી શરૂ થાય તે પહેલાં જસ્ટિસ શાંતનાગૌદરે પોતાને કેસથી દૂર કરી દીધા હતા. જેના કારણે કેસની સુનાવણી 13 ફેબ્રુઆરીએ કરવામાં આવી છે.
ઉમર અબ્દુલ્લાની નજરકેદ સામેની અરજી પર 13મીએ થશે સુનાવણીઃ SC - સુપ્રીમ કોર્ટ ન્યૂઝ
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન ઉમર અબ્દુલ્લાને જાહેર સલામતી અધિનિયમ (PSA) હેઠળ નજરકેદ રાખવામાં આવ્યાં છે, ત્યારબાદ બહેન સારા પાયલટે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. જેની વધુ સુનાવણી હવે 13 ફેબ્રુઆરીએ થશે.
![ઉમર અબ્દુલ્લાની નજરકેદ સામેની અરજી પર 13મીએ થશે સુનાવણીઃ SC supreme court](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6044116-thumbnail-3x2-court.jpg)
supreme court
ઉલ્લેખનીય છે કે, ઉમર અબ્દુલ્લાની બહેન સારા પાયલટ દ્વારા PSA એક્ટ હેઠળની કાર્યવાહી સામેે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરાઈ છે.