ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, 'અનામતના આધારે પ્રમોશન નહીં'

નોકરી માટે પ્રમોશનમાં અનામત મુદ્દે સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય આપ્યો છે. કોર્ટે ચુકાદો આપતી વખતે પ્રમોશનમાં અનામત પર પ્રતિબંધ મૂક્યો છે.

પ્રમોશન નહીં મળે અનામતના આધારે
પ્રમોશન નહીં મળે અનામતના આધારે

By

Published : Feb 8, 2020, 9:24 AM IST

દહેરાદૂન: ઉત્તરાખંડમાં પ્રમોશનમાં અનામતની બાબતમાં લાંબી લડાઇ બાદ સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય આપ્યો છે. કોર્ટે પોતાના ચુકાદામાં પ્રમોશનમાં અનામત પર પ્રતિબંધ મૂક્યો છે, જેના કારણે સામાન્ય વર્ગના કર્મચારીઓમાં ખુશીની લહેર છે.

તમને જણાવી દઈએ કે, આ બાબતને ધ્યાનમાં રાખીને, ઉત્તરાખંડ રાજ્યમાં છેલ્લા 6 મહિનાથી પ્રમોશન બંધ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે, પ્રમોશનમાં અનામત લાગુ થશે નહીં. વરિષ્ઠતા અને લાયકાતના આધારે જ પ્રમોશન આપવામાં આવશે.

આ અંગે સચિવાલય એસોસિએશનના પ્રમુખ દીપક જોશીએ આ નિર્ણય અંગે સુપ્રીમ કોર્ટનો આભાર માન્યો છે. તેમણે કહ્યું કે, રાજ્યના હજારો કર્મચારીઓ છેલ્લા 6 મહિનાથી પ્રમોશનના અભાવે લાભથી વંચિત રહ્યાં છે. કારણ કે, ઘણા કર્મચારીઓની નિવૃત્તિ નજીક છે અને પ્રમોશન ન થવાને કારણે લાયકાત હોવા છતાં પણ તે નીચલી જગ્યાઓ પર નિવૃત્ત થઈ રહ્યા હતા, પરંતુ હવે સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી આવા કર્મચારીઓને લાભ મળશે.

25 વર્ષ પહેલાં શરૂ થઈ હતી લડાઈ

ચાલો આપણે જાણીએ કે, પ્રમોશનમાં અનામતને લઈને લાંબા સમયથી લડત ચાલી રહી હતી. 25 વર્ષ પહેલા તમિળનાડુના એમ. નાગરાજે પ્રમોશનમાં અનામતની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જેના પર સુપ્રીમ કોર્ટે પ્રમોશનમાં અનામત નાબૂદ કરવાનો નિર્ણય આપ્યો હતો. આ નિર્ણયને આધારે 2005માં ઉત્તર પ્રદેશમાં પ્રમોશનમાં અનામતની વ્યવસ્થા પણ નાબૂદ કરવામાં આવી હતી, આ સાથે જ તેને નિયમ બનાવીને આદેશ જાહેર કરવામાં આવ્યો હતો.

ઉત્તરાખંડમાં વર્ષ 2012માં પ્રથમ વખત પ્રમોશનમાં અનામત નાબૂદ કરવાની માંગ ઉઠી હતી. જે પછી સરકારે આ માટે ઇર્શાદ હુસેન સમિતિની રચના કરી, જે પછી રોસ્ટર સિસ્ટમનો આધાર બનાવી ST, SC ક્રર્મચારી એસોસિએશન નૈનીતાલ હાઇકોર્ટમાં ગયા હતા. 2012થી OBC, જનરલ કર્મચારી અને ST, SC કર્મચારીઓ પ્રમોશનમાં અનામત માટે સતત લડાઈ લડી રહ્યાં હતાં. સરકારે આ ચુકાદાને પહેલા હાઇકોર્ટમાં અને પછી સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. OBC, જનરલ અને ઉત્તરાખંડ સરકારે અનામત રદ કરવા સુપ્રીમ કોર્ટમાં પહોંચી હતી.

સુપ્રીમ કોર્ટમાં અગાઉના ઘણા ચુકાદાના આધારે, 15 જાન્યુઆરીની સુનાવણી પછી નિર્ણય અનામત રાખવામાં આવ્યો હતો. આજે સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડમાં કર્મચારીઓની પ્રમોશનમાં અનામત નાબૂદ કરવા માટે મોટો નિર્ણય લીધો હતો. જે બાદ સામાન્ય વર્ગના કર્મચારીઓએ રાહતનો શ્વાસ લીધો છે.

ABOUT THE AUTHOR

...view details