ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હી હિંસા મુદ્દે રજનીકાંતે કહ્યું- 'આ ઇન્ટેલિજન્સ એજન્સીનું ફેલિયર છે' - નાગરિકતા સુધારા કાયદા

નાગરિકતા સુધારા કાયદા (CAA) અને રાષ્ટ્રીય નોંધણી રજીસ્ટર (NRC)ના નામ પર દિલ્હીમાં ફેલાયેલી હિંસામાં અત્યાર સુધીમાં 27ના મોત થયા છે. છેલ્લા કેટલાક દિવસોથી ઉત્તર પૂર્વી દિલ્હીના કેટલાક વિસ્તારોમાં પથ્થરમારો અને આગચંપીની ઘટનાઓ બની હતી. આ અંગે સુપરસ્ટાર રજનીકાંતે આ મામલે સરકારની નિષ્ફળતાઓ વિશે વાત કરી છે.

superstar
દિલ્હી

By

Published : Feb 27, 2020, 8:18 AM IST

નવી દિલ્હી: સુપરસ્ટાર રજનીકાંતે કહ્યું કે, જાસૂસી એજન્સીઓની નિષ્ફળતા છે અને જેથી સાબિત થાય છે કે, ગૃહમંત્રાલય પણ આ મામલે ફેલ સાબિત થયું છે. પ્રદર્શન અને પ્રોટેસ્ટ્સ શાંતિપૂર્વક રીતે થઇ શકે છે, પરંતુ હિંસા ન થવી જોઇએ. જો હિંસા થાય છે તો, કડક કાર્યવાહી કરવાની જરૂર છે.

ઉલ્લેખનીય છે કે, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પ્રવાસ બાદ PM મોદીએ ટ્વીટ કરીને દિલ્હીમાં શાંતિ માટે અપીલ કરી હતી. દિલ્હીના ઘણા વિસ્તારોમાં હિંસા ફેલાયાના 4 દિવસ બાદ PM મોદીએ ટ્વીટ કર્યું હતું.

આ હિંસા બાદ બોલિવૂડના ઘણા સ્ટાર ટ્વીટ કરીને આ ઘટનાને લઇને દુઃખ વ્યક્ત કરી રહ્યાં છે. જેમાં અનુરાગ કશ્પય, સ્વરા ભાસ્કર, ગૌહર ખાન, સુશાંત સિંહ, સંધ્યા મૃદુલ, રિચા ચઢ્ઢા, વિશાલ ભારદ્વાજ, મોહમ્મદ જીશાન અયૂબ જેવા સ્ટાર આ મામલે સરકાર અને પોલીસની આલોચના કરી રહ્યાં છે.

બીજી તરફ માહિતી અને પ્રસારણ મંત્રાલયે ખાનગી ચેનલોને એક એડવાઇઝરી જાહેર કરીને ધાર્મિક લાગણી દૂભાય તે પ્રકારના દ્રષ્યો તેમજ ખોટી માહિતી ન ફેલાય તે અંગે સાવચેતી રાખવા જણાવ્યું હતું. એક પક્ષના તોફાની તત્વોને ભગાડવા માટે પોલીસે પેપર શેલ અને ટિયર ગેસના સેલ છોડ્યા હતા, ત્યારબાદ સામેના પક્ષે પથ્થરમારો શરૂ કરી દીધો હતો.

ABOUT THE AUTHOR

...view details