ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Super 30: "જગરાફિયા" ગીત રિલીઝ, ઋતિક-મૃળાલ રોમાંટિક અંદાજમાં જોવા મળ્યા - gujaratinews

મુંબઈ: બોલીવૂડ સ્ટાર ઋતિક રોશનની ફિલ્મ "સુપર 30"નું ટ્રેલર હાલમાં જ રિલીઝ થયું હતું. આ ફિલ્મની રિલીઝની સાથે જ યૂટ્યૂબ પર રેકોર્ડ બનાવ્યો છે. તેમજ એક જ દિવસમાં આ ટ્રેલરને 28+ મિલિયન વ્યૂ મળ્યા છે.

Super 30: "જગરાફિયા" ગીત રિલીઝ

By

Published : Jun 16, 2019, 1:54 AM IST

આ ફિલ્મના ટ્રેલર પછી આ ફિલ્મનું પ્રથમ ગીત "જગરાફિયા" રિલીઝ થઈ ચૂક્યું છે. ઋતિક અને મૃળાલ ઠાકુર પર અજમાવવામાં આવેલું આ રોમાંસથી ભરેલા ગીતના શબ્દો અમિતાભ ભટ્ટાચાર્યે લખ્યા છે. આ ગીતમાં હિન્દી અને બિહારી શબ્દોનું મિશ્રણ છે.

ઉદિત નારાયણ અને શ્રેયા ઘોષાલના અવાજમાં આ ગીત કર્ણપ્રિય લાગે છે. લાંબા સમય પછી ઉદીત નારાયણને સાંભળવું એ દર્શકો માટે સારો અનુભવ છે. આ ગીતના પિક્ચરાઈઝેશન પણ પરફેક્ટ છે તેમજ તે આ ગીત સાથે સારી રીતે મેચ થઈ જાય છે.

આ ફિલ્મમાં રોશન અને મૃળાલની જોડી ઘણી સારી લાગી રહી છે. આ ગીતમાં એવું જણાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે કે, બધા રસ્તાઓનો સંબંધ પ્રેમ સાથે જોડાયેલો છે. જોકે આ ગીતનું ટીઝર કાલે ઋતિક રોશને પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેક કરીને રિલીઝની જાણકારી આપી હતી. પોતાની આ પોસ્ટની સાથે એક્ટરે લખ્યું હતું કે, બધા રસ્તા પ્રેમ તરફ જાય છે.

આપને જણાવી દઈએ કે, વિકાસ બહલ નિર્દેશિત 'સુપર 30' ફિલ્મમાં ઋતિક રોશન બિહારના શિક્ષક આનંદ કુમારની ભૂમિકામાં જોવા મળશે. જેમાં તેમની સાથે પંકજ ત્રિપાઠી જેવા કલાકાર પણ જોવા મળશે. આ ફિલ્મ 12 જૂલાઈના રિલીઝ થશે.

ABOUT THE AUTHOR

...view details