ભાજપ જોઇન્ટ કર્યા પછી અભિનેતાએ કહ્યું કે તેના પિતા ધર્મેન્દ્ર અટલ જી સાથે હતા અને તે મોદી સાથે જોડાયેલા છે. માહિતી મુજબ કેટલાક દિવસો પહેલા પુણે એયરપોર્ટ પર સની દેઓલની ભાજપા અધ્યક્ષ અમિત શાહ સાથે મુલાકાત થઇ હતી.
ભાજપમાં સામેલ થયા પછી હવે સની દેઓલ ગુરદાસપુરથી ડંકી ઉખાડશે - ticket
ન્યુ દિલ્હી: ભાજપામાં શામેલ થયા પછી બોલીવુડ અભિનેતા સની દેઓલને ગુરદાસપુર બેઠક પરથી ટિકિટ આપી છે. તેના પહેલા તેઓ મંગળવારે સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમળ અને રેલ્વે પ્રધાન પિયુષ ગોયલની હાજરીમાં ભાજપમાં શામેલ થયા હતા.

ભાજપે સની દેઓલને ગુરદાસપુર બેઠક પરથી ટિકિટ આપી
સની દેઓલે ભાજપા કાર્યાલયમાં મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે, મારા પિતા અટલજી સાથે હતા અને હું મોદી સાથે જોડાવવા માટે આવ્યો છું. હું આ પરિવાર એટલે કે ભાજપા માટે જે કરી શકુ છુ તે હું કરીશ, હું વાત જ નહીં કરતો પરંતુ કરી પણ બતાવુ છું. વધુમાં જણાવવામાં આવે તો સની દેઓલને પક્ષે ગુરદાસપુરાથી ટિકિટ આપી છે.
Last Updated : Apr 24, 2019, 4:55 AM IST