ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સુન્ની વક્ફ બોર્ડની બેઠક પુર્ણ, રામમંદિરનાં ચુકાદાને પડકારશે નહીં - સુુપ્રીમ કોર્ટ ન્યુઝ

લખનઉ: ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડની બેઠકમાં કરવામાં આવેલા નિર્ણય બાદ સુન્ની વક્ફ બોર્ડેની આજે મહત્વની બેઠક થઇ હતી. જે બેઠકમાં સુપ્રીમ કોર્ટમાં અપીલ નહી કરે તેવો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

સુન્ની વક્ફ બોર્ડની બેઠક પુર્ણ, સુપ્રીમ કોર્ટમાં ઘા નહીં કરે
સુન્ની વક્ફ બોર્ડની બેઠક પુર્ણ, સુપ્રીમ કોર્ટમાં ઘા નહીં કરે

By

Published : Nov 26, 2019, 9:49 AM IST

Updated : Nov 26, 2019, 2:13 PM IST

સુ્ન્ની વક્ફ બોર્ડની આજે બેઠક હતી જે પુર્ણ થઇ ગઇ છે. જે બેઠકમાં આજે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં 7 માંથી 6 સભ્યોએ અરજી દાખલ કરવા અંગે વિરોધ કર્યો હતો અને બીજા 100 મુસ્લિમ અગ્રણીએ પણ વિરોધ કર્યો હતો, જેને ધ્યાને લઇને આ બેઠકમાં સુપ્રીમ કોર્ટમાં અપીલ ન કરવાનો નિર્ણય કર્યો છે.

સૂત્રોના જણાવ્યાં અનુસાર સુન્ની વક્ફ બોર્ડ બાબરી મસ્જીદની જમીનના બદલામાં સરકાર દ્નારા આપવામાં આવેલી જમીન પર મસ્જિદની જગ્યાએ હોસ્પિટલ અથવા તો કોઇ એજ્યુકેશન ઇસ્ટીટ્યુટ બનાવવાને લઇને મહત્વની ચર્ચા કરી શકે છે. આ બેઠક આજે સવારે 10.30 કલાકે બોર્ડના અધ્યક્ષ જુફર ફારુકીની ઘર પર થશે.

9 નવેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટે રામ મંદિરને જમીન ફાળવવાની સાથે મસ્જિદ બનાવવા માટે અલગ જમીન ફાળવી હતી. જેના વિરૂદ્ધ સુન્ની વક્ફ બોર્ડના અધ્યક્ષ તે જ દિવસથી કહી રહ્યાં છે કે કોર્ટ વિરુદ્ધ કેસને લઇને ફરી અપીલ દાખલ નહીં કરીએ.

Last Updated : Nov 26, 2019, 2:13 PM IST

ABOUT THE AUTHOR

...view details