ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રવિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ - latest news updates of sunday zodiac

ન્યુઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે રવિવાર તમારા માટે કેવો રહેશે. તમારી સાથે આજે શું લાભદાયક થશે તે જાણવા માટે જૂઓ રાશિફળ.

રવિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ
રવિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ

By

Published : Feb 2, 2020, 6:02 AM IST

મેષ: આપનો વર્તમાન દિવસ આનંદ ઉલ્‍લાસથી સભર રહેશે. શરીર અને મન બંનેથી આપ સ્‍વસ્‍થ રહેશો. આજે કરેલા કાર્યમાં સફળતા મળશે. કુટુંબનું વાતાવરણ પ્રફુલ્લિત રહેશે. આજે આપને મોસાળપક્ષ તરફથી લાભ થાય અથવા તો સારા સમાચાર મળે. આજે આર્થિક લાભની શક્યતા નકારી શકાય નહીં. મિત્રો- સ્‍નેહીઓ સાથે આનંદદાયક પ્રવાસનો યોગ છે. તેમના તરફથી ભેટ –સોગાદ મળે જેનાથી આપ આનંદ અનુભવો.

વૃષભ: આજનો દિવસ આપના માટે સહેજ સંભાળીને ચાલવા જેવો છે. આજે આપનું મન વિવિધ પ્રકારની ચિંતાઓથી ઘેરાયેલું રહેશે. આપનું સ્‍વાસ્‍થ્‍ય નરમ રહેશે. ખાસ કરીને આંખોમાં કોઇક તકલીફ ઊભી થાય. સ્‍નેહીજનો, પરિવારના સભ્‍યો સાથે વર્તનમાં વધુ સૌમ્ય બનવું પડશે. આજે આપના આદરેલાં કાર્યો પૂરાં કરવામાં વધુ મહેનત રહે. ખર્ચનું પ્રમાણ વધી શકે છે. વધારે પરિશ્રમ કરો પરંતુ ઓછી સફળતા મળે. આકસ્મિક ઈજાથી સંભાળવું.

મિથુન: આપનો આજનો દિવસ બહુવિધ લાભ ધરાવતો દિવસ છે. અપરિણિતો માટે યોગ્‍ય જીવનસાથી મળવાનો યોગ છે. ધનપ્રાપ્તિ માટે શુભ દિવસ છે. મિત્રો સાથેની મુલાકાત આનંદદાયક રહેશે. મિત્રો તરફથી લાભ મળે. પરિવારમાં પુત્ર અને પત્‍ની તરફથી લાભ થાય. ઉત્તમ ભોજન મળે. સ્‍ત્રી મિત્રોથી લાભ મળે. સંતાનો તરફથી શુભ સમાચાર મળે. નોકરી- ધંધામાં લાભ થાય અને આવકમાં વૃદ્ધિ થાય. સ્‍ત્રી સુખ ઉત્તમ મળે.

કર્ક: ઘરની સાજસજાવટ પર વધારે ધ્‍યાન આપશો. નવું રાચરચીલું ખરીદવાની શક્યતા છે. વેપારીઓ અને નોકરિયાતો લાભ તથા બઢતીની આશા રાખી શકે છે, પરિવારની સુખ શાંતિ જળવાય, સરકારી લાભ મળે. આપની માન- પ્રતિષ્‍ઠામાં વૃદ્ધિ થશે. આર્થિક લાભ થાય. આજે તમામ કાર્યો સ્‍વસ્‍થતાથી અને સરળતાથી પાર પાડી શકશો.

સિંહ: આપનો આજનો દિવસ મધ્‍યમ ફળદાયી નીવડશે. આપ ધાર્મિક અને માંગલિક કાર્યોમાં હાજરી આપશો. આપનું વલણ ન્‍યાય પ્રિય રહે. ધાર્મિક પ્રવાસનું આયોજન થાય. સ્‍વાસ્‍થ્‍ય સાધારણ નરમગરમ રહે. પેટના દર્દો હેરાન કરે. પરદેશ વસતા સ્‍વજનોના સમાચાર મળે. ઉપરી અધિકારીઓ સાથે વર્તનમાં સૌમ્ય રહેવું. નોકરી ધંધામાં તકલીફ હોય તો ધીરજ અને શાંતિ સાથે ઉકેલ લાવવાનો પ્રયાસ કરવો. સંતાનોની ચિંતા રહે. શરીરમાં આળસ, થાક અને કંટાળો ટાળવા માટે મન ગમતી પ્રવૃત્તિઓમાં રસ લઈ શકો છો.

કન્યા: આજે આપને વાણી પર સંયમ રાખવાની સલાહ છે. નવા કાર્યની શરૂઆત માટે પણ સમય એકદમ તમારી તરફેણમાં નથી. સ્‍વભાવમાં ગુસ્‍સો વધુ શકે છે અને થોડો ઉશ્‍કેરાટ રહે. તેથી મગજને બને તેટલું શાંત રાખવા કોશિશ કરવી. કુટુંબીજનો સાથે ઉગ્ર વાદવિવાદના કારણે મનદુ:ખ ન થાય. શક્ય હોય તો પ્રવાસ ન કરવો. હિતશત્રુઓ તેમની ચાલમાં સફળ ન થાય તે બાબતનું ખાસ ધ્‍યાન રાખવું. શારીરિક સ્‍વાસ્‍થ્‍ય બગડે. માનસિક અશાંતિ મનને વ્‍યગ્ર બનાવશે.

તુલા: આજે આપ દાંપત્‍યજીવનને વિશેષ માણશો અને તેનું સુખ ભોગવી શકશો. પરિવાર સાથે કોઇ સામાજિક મેળાવડામાં ફરવાના સ્‍થળે અથવા તો ટૂંકા પ્રવાસે જાઓ અને આનંદમાં સમય પસાર કરો. વેપારીઓ અને વેપારની વૃદ્ધિ કરી શકશે. તેમજ તે અંગેની વાતચીત કરી શકશો. સામાજિક જીવનમાં આપને સફળતા અને યશકીર્તિ મળે. આકસ્મિક ધનલાભની શક્યતા નકારી શકાય નહીં.

વૃશ્ચિક: આજે પરિવારનું વાતાવરણ ખૂબ આનંદ ઉલ્‍લાસમય રહે. આપ તનમાં ચેતના અને સ્‍ફૂર્તિ તથા મનમાં આનંદનો અનુભવ કરો. હરીફો અને શત્રુઓની ચાલ નાકામિયાબ નીવડે. નોકરીધંધાના સ્‍થળે સહકર્મચારીઓનો સારો સહકાર સાંપડે. સ્‍ત્રીમિત્રો સાથે મિલન મુલાકાત થાય. આર્થિક લાભના સંકેત મળે છે. આપના અધૂરાં કામો પૂર્ણ થાય. બીમાર વ્‍યક્તિને બીમારીમાં રાહત મળતી જણાય.

ધન: આજે કાર્ય સફળતા ન મળે તો પણ નિરાશ ન થવાની આપને સલાહ છે. આજે આપે ક્રોધની લાગણી પર કાબુ રાખવો પડશે. સંતાનોના વિવિધ પ્રશ્નોમાં તમારી વ્યસ્તતા ઘણી વધારે રહેશે. આજે શક્ય હોય ત્યાં સુધી લાંબી મુસાફરી ન કરવાની સલાહ આપવામાં આવે છે. છતાં, પ્રણય મોરચે વાત કરીએ તો, પ્રિયપાત્ર સાથેની રોમાંચક મુલાકાત થાય. પ્રણય પ્રસંગો સર્જાવાની શક્યતા છે.

મકર: આપનો આજનો દિવસ કેટલીક બાબતોમાં પ્રતિકૂળતાઓ જન્માવી શકે છે. આજે આપનામાં તાજગી સ્‍ફૂર્તિ ઓછી હોવાનું લાગ્યા કરશે. કુટુંબના સભ્‍યો સાથે વાણી અને વર્તનમાં સંભાળવું તેમજ કોઈપણ જુના વિવાદ ફરી જાગે નહીં તેનું ધ્યાન રાખવું. ઘરમાં કલેશનું વાતાવરણ ટાળવા માટે સમાધાનકારી બનજો. છાતીના દર્દથી પરેશાની અનુભવાય. જાહેર જીવનમાં આપની સક્રિયતા ઘટશે. પૂરતો આરામ અને પૂરતી ઊંઘ ન મળવાથી આપનું આરોગ્‍ય બગડી શકે છે માટે સાચવજો. આજે કોઇ જળાશયની મુલાકાત ટાળવી.

કુંભ: આજે આપ તન મનથી પ્રફુલ્લિતતાનો અનુભવ કરશો. આપના મન પર છવાયેલા ચિંતાના વાદળ દૂર થતાં આપનો ઉત્‍સાહ વધશે. ભાઇ- ભાંડુઓ સાથે મળીને નવાં આયોજનો હાથ ધરશો, તથા તેમની સાથે આનંદપુર્વક સમય પસાર થાય. નાનકડો પ્રવાસ થાય. મિત્રો- સ્‍વજનો સાથેની મુલાકાત આપના ચિત્તને પ્રસન્‍ન કરશે, કાર્યક્ષેત્રમાં નવી પ્રણાલિઓ દ્વારા અસરકારક પરિણામ મેળવી શકો.

મીન: આજે નકારાત્‍મક વિચારો આપના પર હાવિ ન થવા દેશો. ક્રોધ અને બોલવા પર જેટલો સંયમ રાખશો એટલા ઝડપથી તમે વિપરિત સંજોગોમાંથી બહાર આવશો અને તમારી સંખ્યાબંધ મુશ્કેલીઓ માત્ર તમારા સારા વર્તનના કારણે તમારો પીછો છોડી દેશે. આર્થિક બાબતો સંભાળપૂર્વક હાથ ધરશો તો કોઈની સાથે આર્થિક બાબતે મનદુઃખ ટાળી શકશો. ખાનપાન પર સંયમ રાખવો. શરીરની તંદુરસ્‍તી મધ્‍યમ રહે. મનમાં વ્‍યગ્રતા અને બેચેની રહે.

ABOUT THE AUTHOR

...view details