મેષ: આજના દિવસના પ્રારંભે નવા કાર્યની શરૂઆત કરવા માટે આપ ઉત્સાહથી થનગનતા હતા. તન-મનની સ્વસ્થતા પણ અનુભવશો. મિત્રો સગાં સ્નેહીઓ સાથે મિલન સમારંભમાં જવાનું થાય પરંતુ બપોર પછી કોઇક કારણસર આપની તબિયત નાજૂક થઈ શકે છે. ખાવાપીવામાં ધ્યાન રાખવું. નાણાંકીય બાબતો અને લેવડદેવડમાં પણ ધ્યાન રાખવું પડે. મનની ઉદાસીનતા આપનામાં નકારાત્મક વિચારો પેદા ન કરે તે જોવું. આજનો દિવસ મધ્યમ ફળદાયી બને.
વૃષભ: આપનું દ્વિધાપૂર્ણ મન કોઇ એક નિર્ણય પર ન આવતાં મનમાં મૂંઝવણ પેદા કરી શકે છે માટે મંથન સાથે વ્યવહારુ અભિગમ પણ રાખવો. શરદી, કફ, તાવના ઉપદ્રવથી બચવાની સલાહ છે. ધાર્મિક કાર્યો પાછળ ખર્ચ થાય. સ્વજનોથી અંતર રહે પરંતુ પરંતુ બપોર પછી થોડી અનુકૂળતા સર્જાશે. કામ કરવામાં થોડો ઉત્સાહ વધશે. આર્થિક લાભ થાય. મિત્રો તથા સગાંસ્નેહીઓ સાથે મિલન થાય. શરીર તથા મનની સ્વસ્થતા જળવાશે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે.
મિથુન: પરિવાર અને વ્યવસાય ક્ષેત્રે આપનો દિવસ સારી રીતે પસાર થશે. કારણ કે બંને સ્થળે આપ અગત્યના મુદ્દાઓ હાથ ધરશે. કાર્યબોજ વધતાં તબિયતમાં થોડોક થાક વર્તાશે. પરંતુ બપોર પછી સાંજે આપની તબિયત સુધરે. મિત્રોમાં મિલનથી આનંદ થાય. તેમની સાથે ક્યાંક ફરવા કે પર્યટન પર જવાનું પણ આયોજન થાય. સામાજિક કાર્યોમાં ભાગ લેવાનું થાય.
કર્ક: આજે આપનું વલણ ન્યાય ભરેલું રહે. નિર્ધારિત કાર્ય કરવા તરફ પ્રેરણા મળે પરંતુ આજે આપ જે પ્રયત્ન કરો તે ખોટી દિશામાં થતા હોય તેવું લાગે. તબિયતમાં અસ્વસ્થતા અને દિમાગમાં ગુસ્સો રહે પરંતુ મધ્યાહન પછી આપ શરીર અને મનથી હળવાશ અનુભવશો. વ્યવસાય ક્ષેત્રે કે ઓફિસમાં અધિકારીઓ સાથે જરૂરી મુદ્દાઓ વિશે ચર્ચા થાય. ઘરના રાચરચીલાની ગોઠવણીમાં રસ લઇ કાંઇક નવું કરવાની ઇચ્છા થાય.
સિંહ: આજે દિવસના ભાગમાં આપ શરીર અને મનથી થોડીક બેચેની અને અસ્વસ્થતા અનુભવો પરંતુ ધીરજથી કામ લેશો અને મગજમાંથી ગુસ્સો કાઢી નાખશો તો સ્થિતિ તમારા અંકુશમાં આવી શકે છે. મધ્યાહન બાદ આપની શારીરિક માનસિક હાલતમાં સુધારો થાય. પરિવારમાં પણ આનંદનું વાતાવરણ રહે. વ્યાવસાયિક સ્થળે ઉપરી અધિકારીઓ સાથે અગત્યની ચર્ચા થાય. કુટુંબના સભ્યો સાથે આપ મહત્વની બાબતો વિચારશો.
કન્યા: આજે આપને નવા કાર્યો અને મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવે છે. પ્રેમ અને ધિક્કારની લાગણીઓથી દૂર રહી સમતોલ વર્તન રાખવું. આધ્યાત્મિક સિદ્ધિઓ મળવાના યોગ છે પરંતુ તબિયતમાં થાક, કંટાળો અને બેચેની અનુભવશો. મગજમાં ગુસ્સાનું પ્રમાણ વધુ રહે. તેથી આપનું કામ બગડે નહીં તેનું ધ્યાન રાખવું. નોકરી -ધંધાના સ્થળે કોઇનું મન દુભાય નહીં તેનો ખ્યાલ રાખવો. ધાર્મિક પ્રસંગમાં હાજરી આપવાનું થાય.