મહાજન વિતેલા 30 વર્ષથી આ બેઠક પર ચૂંટણી લડી રહ્યા છે, આ વખતે પણ તેમને જ ઈંદૌર સીટ પર દાવેદાર માનવામાં આવતા હતા. મહાજને સોશિયલ મીડિયા પર પ્રેસ નોટ જાહેર કરી ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી હતી.
મહાજને આ અંગે કહ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીએ આજ સુધી હજુ ઈંદૌરમાં પોતાનો ઉમેદવાર જાહેર કર્યો નથી. શું અનિર્ણયની સ્થિતિ છે. સંભવ છે કે, પાર્ટી અહીં નિર્ણય લેવામાં કોઈ સંકોચ કરી રહી છે.