જાલોરઃ જલોર જિલ્લાના ચિતલવાના ડુંગરી સહિત નજીકના ડઝનબંધ ગામ પર ફરી એકવાર તીડના ટોળાએ હુમલો કર્યો છે. જેના કારણે ખેતરોમાં ઉભેલો રવી પાક સંપૂર્ણ રીતે બરબાદ થઈ ગયો છે. પર્યાવરણ પ્રધાન સુખરામ બિશ્નોઇ વહીવટી કર્મચારીઓ સાથે તીડ અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચ્યા હતા અને અધિકારીઓને જરૂરી સૂચના આપી હતી.
ખેડૂતોએ રવી પાક બચાવવાની ઘણી મહેનત કરી હતી. ઘણા ખેડૂતોએ ધૂમાડો કર્યો હતો અને ઘણી જગ્યાએ થાળીઓ વગાડવામાં આવી હતી. પાકને બચાવવા માટે કપડા પણ ઢાક્યાં હતા, પરંતુ તો પણ ખેડૂત પાક બચાવી શક્યા નથી.
તે જ સમયે, પ્રધાન બિશ્નોઇએ સમગ્ર વહીવટી કર્મચારીઓને એલર્ટ કર્યા હતા. આ સાથે જ કૃષિ ઉપ નિર્દેશક ફૂલારામ મેઘવાલ દ્વારા દ્વારા 3 ટીમ બનાવી બુધવારના દિવસે તીડ નષ્ટ કરવા માટે મોટુ ઓપરેશન કરવામાં આવશે. જે અંતર્ગત ત્રણ કેમ્પ બનાવવામાં આવ્યાં છે. આ કેમ્પમાં સવારે અલગ-અલગ જગ્યાએ એક સાથે આભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
તીડ ટોળું મંગળવારે બાડમેર જિલ્લાથી જલોરમાં પ્રવેશ્યું હતું અને ધીરે ધીરે આગળ વધ્યું હતું. હવે આ તીડનો નાશ કરવા માટે ત્રણ કેમ્પ બનાવવામાં આવ્યાં છે. બુધવારે સવારે અહીંથી મોટા પાયે પ્રચાર કરીને તીડનો નાશ કરવામાં આવી રહ્યો છે.