ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કર્ણાટક: વિધાનસભા સ્પીકરના નિર્ણય બાદ ભાજપ નિર્ણય લેશે - Kumarswamy

નવી દિલ્હી : કર્ણાટકમાં કોંગ્રેસ-JDS સરકાર પર કેટલાક દિવસોથી સંકટમાં છે. આ મામલે BJPએ કહ્યું કે, નૈતિકતાના આધારે મુખ્યપ્રધાન કુમારસ્વામીએ રાજીનામુ આપી દેવું જોઇએ. ભાજપે કહ્યું કે, રાજીનામું આપ્યા બાદ સ્પીકરનો જે પણ નિર્ણય હશે તેના પર ભાજપ નિર્ણય લેશે. આ બાબતે ETV Bharatની BJP પ્રવક્તા સુદેશ વર્મા સાથેની ખાસ વાતચીત...

govt

By

Published : Jul 9, 2019, 6:56 PM IST

Updated : Jul 9, 2019, 7:22 PM IST

BJP હવે કયા નિર્ણય લેશે

સુદેશ વર્માનું કહેવું છે કે, જો કર્ણાટક વિધાનસભામાં કોંગ્રેસ-JDS બહુમતમાં નથી તો નૈતિકતાના આધારે મુખ્યપ્રધાન રાજીનામુ આપે. તેઓ રાજીનામુ આપશે ત્યાર બાદ રાજનૈતિક પ્રક્રિયા આપોઆપ શરુ થઇ જશે.

ETV Bharatની BJP પ્રવક્તા સુદેશ વર્મા સાથેની ખાસ વાતચીત

ઉલ્લેખનીય છે કે, કર્ણાટકના પુર્વ CM બી.એસ. યેદિયુરપ્પાએ સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે, સરકાર બહુમતમાં નથી. હવે આ બાબતે વિધાનસભા અધ્યક્ષે નિર્ણય લેવો જોઇએ.

રાજીનામા આપનારા ધારાસભ્યોનો BJP સાથે કોઇ સંબંધ છે ?

BJPનું કહેવું છે કે, ધારાસભ્યો રાજનૈતિક કારણોને કારણે રાજીનામા આપી રહ્યા છે. તેમનો BJP સાથે કોઇ સંબંધ નથી. કોંગ્રેસ ધારાસભ્યોને નજરબંધ રાખવાનો ખોટો આરોપ લગાવી રહી છે.

વધુમાં તેમણે જણાવ્યું કે, સ્પીકરના નિર્ણય બાદ BJP નિર્ણય કરશે, જો કે BJP તરફથી રાજીનામાની માગ કરવામાં આવી રહી છે. કારણ કે ગઠબંધનની સરકાર બહુમતી ગુમાવી ચૂકી છે.

Last Updated : Jul 9, 2019, 7:22 PM IST

ABOUT THE AUTHOR

...view details