સૂત્રોનું માનીએ તો ટૂંક સમયમાં તેને સેનામાં સામેલ કરવામાં આવશે. તે મિસાઈલને ભારતની રક્ષા અનુસંધાન અને વિકાસ સંસ્થા (DRDO)એ વિકસિત કરી છે. 1,000 કિલોમીટર દૂર સુધી નિશાન સાધવામાં સક્ષમ મિસાઈલને બાલાસોર જિલ્લાના ચાંદીપુરમાં ઇન્ટીગ્રેટેડ ટેસ્ટ રેંજ (ITR) લૉંચ પેડથી ટૂંકા અંતર માટે સ્ટેન્ટ કરવામાં આવી છે.
સ્વદેશી ક્રૂઝ મિસાઈલ "નિર્ભય" નું સફળ પરીક્ષણ - Gujarat
ન્યૂઝ ડેસ્કઃ ભારતે ઓડિસા તટ પરથી એક સબ-સોનિક ક્રૂઝ મિસાઈલ નિર્ભયનું સફળ પરીક્ષણ કર્યું. તે 1,000 કિલોમીટર દૂર સુધી નિશાન સાધવાની ક્ષમતા ધરાવે છે. તે પહેલા પણ આ મિસાઈલના ઘણા સફળ પરીક્ષણોનું આયોજન કરી ચૂક્યા છે.
news
રક્ષા અનુસંધાન વિકાસ સંગઠન (DRDO) દ્વારા સ્વદેશમાં વિકસિત કરવામાં આવેલી નિર્ભય મિસાઈલ 300 કિલોગ્રામ સુધીના વૉરહેડ લઈ જઈ શકે છે. આ એક ટર્બોફૈન એન્જિન સાથે યાત્રા કરી શકે છે અને એક અત્યંત અદ્યતન ઇર્નશિયલ નેવિગેશન સિસ્ટમ દ્વારા નિર્દેશિત છે.
આ મિસાઈલનું છેલ્લુ સફળ પરીક્ષણ 7 નવેમ્બર 2017માં થયું હતું.