ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોવિડ-19ના દર્દીઓમાં શ્વાસોચ્છ્વાસની ગંભીર તકલીફની સારવાર કરવાનો સંભવિત અભિગમ દર્શાવતો અભ્યાસ - નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટ

કોવિડ-19 પરના અભ્યાસો સૂચવે છે કે, ગંભીર કોવિડ-19 ધરાવનારા કેટલાક દર્દીઓના શરીરમાંથી એકસાથે વિશાળ માત્રામાં સાઇટોકિન્સ છૂટે છે, જેને કારણે ફેફસાં જેવાં અંગોની કામગીરીને હાનિ પહોંચે છે.

ETV BHARAT
કોવિડ-19ના દર્દીઓમાં શ્વાસોચ્છ્વાસની ગંભીર તકલીફની સારવાર કરવાનો સંભવિત અભિગમ દર્શાવતો અભ્યાસ

By

Published : Jun 9, 2020, 2:15 AM IST

હૈદરાબાદ: ક્લિનિકલ અભ્યાસનો અગાઉનો ડેટા સૂચવે છે કે, બ્રુટન ટાઇરોસિન કિનેસ (બીટીકે) પ્રોટિન બ્લોક કરી દેવાથી ગંભીર પ્રકારનો કોવિડ-19 ધરાવનારા દર્દીઓના નાના જૂથને લાભ થયો હતો. રિસર્ચમાં જોવા મળ્યું છે કે, બ્લડ કેન્સરની સારવાર માટે મંજૂરી ધરાવતી બીટીકે ઇન્હિબિટર એકલેબ્રુટિનિબ નામની કેન્સરની દવાના ઉપયોગથી શ્વાસોચ્છ્વાસમાં થતી તકલીફમાં રાહત થઇ હતી તથા સારવાર કરાયેલા મોટાભાગના દર્દીઓમાં વધુ પડતા સક્રિય ઇમ્યુન રિસ્પોન્સમાં ઘટાડો નોંધાયો હતો.

આ તારણો સાયન્સ ઇમ્યુનોલોજીમાં 5 જૂન, 2020માં પ્રસિદ્ધ કરવામાં આવ્યાં હતાં. અભ્યાસનું નેતૃત્વ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એલર્જી એન્ડ ઇન્ફેક્શિયસ ડિસીઝિસ (NIAID)ના સંશોધકોના સહયોગથી નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટ (એનસીઆઇ) સેન્ટર ફોર કેન્સર રિસર્ચ ખાતે સેન્ટર ફોર કેન્સર રિસર્ચના સંશોધકો દ્વારા કરવામાં આવ્યું હતું. બંને સંસ્થાઓ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ ઓફ હેલ્થ (એનઆઇએચ) તથા યુ.એસ.ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સિઝ વોલ્ટર રીડ નેશનલ મિલિટરી મેડિકલ સેન્ટર તથા રાષ્ટ્રીય સ્તરે અન્ય ચાર હોસ્પિટલોનો ભાગ છે.

બીટીકે પ્રોટિન મેક્રોફેજીસ સહિતની સામાન્ય રોગપ્રતિકારક વ્યવસ્થામાં મહત્વની ભૂમિકા ભજવે છે. મેક્રોફેજીસ એ ઇન્નેટ ઇમ્યુન સેલનો એક પ્રકાર છે, જે સાઇટોકિન્સ તરીકે ઓળખાતાં પ્રોટીન્સ જન્માવીને ઇન્ફ્લેમેશનનું નિમિત્ત બની શકે છે. સાઇટોકિન્સ કેમિકલ સંદેશાવાહકોનું કામ કરે છે, જે ઇમ્યુન રિસ્પોન્સ (રોગપ્રતિકારક પ્રતિસાદ)ને ઉત્તેજિત કરે છે. ગંભીર પ્રકારનો કોવિડ-19 ધરાવતા કેટલાક દર્દીઓના શરીરમાં એક સાથે જ અઢળક પ્રમાણમાં સાઇટોકિન્સ છૂટે છએ, જેને કારણે રોગપ્રતિકારક વ્યવસ્થા ફેફસાં જેવાં અંગોની કામગીરીને નુકસાન પહોંચાડે છે અને સાથે જ ઇન્ફેક્શન પર હુમલો કરે છે. આ જોખમી હાઇપર ઇન્ફ્લામેટરી પરિસ્થિતિ ‘સાઇટોકિન સ્ટોર્મ’ તરીકે ઓળખાય છે. વર્તમાન સમયમાં, બિમારીના આ તબક્કા માટે કોઇ સચોટ કે સિદ્ધ થયેલી સારવાર ઉપલબ્ધ નથી. આ અભ્યાસ એકેલબ્રુટિનિબથી બીટીકે પ્રોટીનને બ્લોક કરવાથી ઇન્ફ્લામેશન ઘટી શકે છે કે કેમ તથા ગંભીર પ્રકારનો કોવિડ-19 ધરાવતા હોસ્પિટલમાં દાખલ દર્દીઓ માટેના તબીબી પરિણામમાં સુધારો થઇ શકે છે કે કેમ–તે માટે વિકસાવવામાં આવ્યો હતો.

અભ્યાસ હેઠળના દર્દીઓનાં બ્લડ સેમ્પલ્સમાં જોવા મળ્યું હતું કે, ગંભીર પ્રકારના કોવિડ-19માં હાઇપર ઇન્ફ્લેમેશન સાથે સંકળાયેલા મહત્વના સાઇટોકિન ઇન્ટરલ્યુકિન-6 (IL-6)નું સ્તર એકેલેબ્રુટિનિબ દ્વારા સારવાર કરામાં આવ્યા બાદ ઘટ્યું હતું. મોટા ભાગના દર્દીઓમાં એક પ્રકારના વ્હાઇટ બ્લડ સેલ્સ–લિમ્ફોસાઇટ્સનાં કાઉન્ટ્સમાં પણ ઝડપી સુધારો જોવા મળ્યો હતો. ગંભીર પ્રકારનો કોવિડ-19 ધરાવનારા દર્દીઓમાં લિમ્ફોસાઇટ કાઉન્ટનું નીચું પ્રમાણ નકારાત્મક પરિણામ સાથે જોડાયેલું હતું. સંશોધકોએ અભ્યાસમાં સામેલ ન હોય તેવા કોવિડ-19ના ગંભીર પ્રકારના દર્દીઓના બ્લડ સેલ્સનું પણ પરીક્ષણ કર્યું હતું. તંદુરસ્ત સ્વયંસેવકોનાં સેમ્પલ્સ સાથેની તુલનામાં તેમણે શોધ્યું હતું કે, ગંભીર પ્રકારનો કોવિડ-19 ધરાવનારા આ દર્દીઓમાં બીટીકે પ્રોટીનની અત્યંત ઊંચી સક્રિયતા તથા આઇએલ-6નું વ્યાપક ઉત્પાદન જોવા મળ્યું હતું. આ તારણો સૂચવે છે કે, એકેલેબ્રુટિનિબ અસરકારક નીવડી હોવા પાછળનું કારણ એ હોઇ શકે છે કે, તેનું નિશાન–બીટીકે ગંભીર પ્રકારના કોવિડ-19ના ઇમ્યુન સેલ્સમાં અત્યંત સક્રિય હોય છે.

આ અભ્યાસનાં પરિણામો એસ્ટ્રાઝિનિકા દ્વારા સહાય પ્રાપ્ત (એકેલેબ્રુટિનિબ)ની અનિશ્ચિત, નિયંત્રિત ક્લિનિકલ ટ્રાયલની ટ્રાયલ ડિઝાઇન વિશે જાણ કરવા માટે ઉપયોગમાં લેવાશે, જે ગંભીર પ્રકારનો કોવિડ-19 ધરાવનારા દર્દીઓમાં એકેલેબ્રુટિનિબની સલામતી તથા અસરકારકતાની ચકાસણી કરશે.

ABOUT THE AUTHOR

...view details