નવી દિલ્હી: ઓલ ઈન્ડિયા સ્ટૂડન્ટ એસોસિએશને ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા એસ.એ.બોબડેને એક પત્ર લખ્યો છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે, કોરોના રોગચાળા દરમિયાન સીબીએસઈ દ્વારા કમ્પાર્ટમેન્ટ પરીક્ષા લેવા બાબતે સ્વયં સુઓ મોટોનું જ્ઞાન લેવું જોઈએ.
દિલ્હીઃ પરીક્ષા લેવા મુદ્દે 800થી વધુ વિદ્યાર્થીઓએ CJIને પત્ર લખ્યો
CBSE દ્વારા કોરોના દરમિયાન લેવામાં આવેલી કમ્પાર્ટમેન્ટ પરીક્ષા અંગે ઓલ ઈન્ડિયા સ્ટૂડન્ટ એસોસિએશને ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા એસ.એ.બોબડેને પત્ર લખ્યો છે.
દિલ્હીઃ પરીક્ષા લેવા મુદ્દે 800થી વધુ વિદ્યાર્થીઓએ CJIને પત્ર લખ્યો
800થી વધુ વિદ્યાર્થીઓ વતી લખેલા પત્રમાં એમ કહેવામાં આવ્યું છે કે, આ રોગચાળા દરમિયાન પરીક્ષાઓ લેવી એ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને કર્મચારીઓના આરોગ્યને જોખમમાં મૂકવા જેવું છે.
વિદ્યાર્થીઓનું કહેવું છે કે, હાલમાં કોરોનાના સમયમાં કમ્પાર્ટમેન્ટની પરીક્ષા કેવી રીતે લઈ શકાય? વિદ્યાર્થીઓ પરીક્ષાના મહત્વનો વિરોધ કરી રહ્યા નથી, પરંતુ રોગચાળાની સ્થિતિમાં આ માનનીય અદાલતની યોગ્ય સૂચનાઓની રાહ જોઈ રહ્યાં છે.