ગુજરાત

gujarat

ETV Bharat / bharat

CAA પર 'સુપ્રીમ' સુનાવણી, પૂર્વોત્તરની 9 યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન માટે તૈયાર - સુપ્રીમ કોર્ટમાં નાગરિકતા સંશોધન કાયદાની અરજી પર સુનાવણી

ગુવાહાટીઃ સુપ્રીમ કોર્ટમાં નાગરિકતા સંશોધન કાયદાની અરજી પર સુનાવણી થવાની છે, ત્યારે પૂર્વોત્તર રાજ્યોની 9 યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ કૉલેજોને બંધ રાખવાનું આહ્વાન કર્યું છે.

CAA વિરોધ
CAA વિરોધ

By

Published : Jan 22, 2020, 9:43 AM IST

દેશભરમાં CAAનો વિરોધ થઈ રહ્યો છે, ત્યારે સુપ્રીમ કોર્ટમાં આ કાયદાની અરજી કરવામાં આવી હતી. જેના નિર્ણય લઈને પૂર્વોત્તર રાજ્યોની 9 યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ કૉલેજોને બંધ રાખવાનું આહ્વાન કર્યું છે.

વિદ્યાર્થીઓએ એકજૂથ થઈને એક અપીલમાં જણાવ્યું હતું કે, "પૂર્વોત્તર યુનિવર્સિટીનો વિદ્યાર્થી સમુદાય CAAની સુનાવણી દરમિયાન તમામ વિશ્વવિદ્યાલય અને કૉલેજોને બંધ રાખવાની જાહેરાત કરે છે."

આ અપીલ આસામની 6, મેઘાલય, અરૂણાચલ પ્રદેશ અને નાગાલેન્ડની એક- એક યુનિવર્સિટીમાં કરવામાં આવી છે. તેમજ કૉટન વિશ્વવિદ્યાલય છાત્રસંઘે સવારે 10થી સાંજના 5 વાગ્યા સુધી પરિસરની બહાર પ્રદર્શનમાં સામેલ થવા માટે લોકોને આપીલ કરી છે.

ABOUT THE AUTHOR

...view details