ઉત્તર પ્રદેશ/ બલરામપુર : હાથરસમાં સામુહિક દુષ્કર્મની પીડિતાનું દિલ્હીની સફદરગંજ હોસ્પિટલમાં નિધન થયું હતું. ત્યારે ઉત્તરપ્રદેશમાં વધુ એક સામુહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે.જિલ્લાના કોતવાલી ગૈસડીના એક ગામમાં વિદ્યાર્થીનું અપહરણ કર્યા બાદ સામુહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે. પીડિતા એડમિશન માટે એક ડિગ્રી કૉલેજમાં ગઈ હતી. જ્યાંથી યુવતીનું અપહરણ કરી સામુહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે. જો કે 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
મૃતકની માતાનો આરોપ છે કે, તેમની છોકરી એક ડિગ્રી કૉલેજમાં એડમિશન માટે ગઈ હતી. તેમના કેટલાક મિત્રો તેમને ઈન્જેક્શન લગાવી પીડિતાને બેહોશ કરી હતી. ત્યારબાદ તેમના પર સામુહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતુ.