મહિલા પર થતાં અત્યાચાર દિન પ્રતિદિન વધતાં જ જાય છે. ક્યાંક મહિલા પર દુષ્કર્મ તો ક્યાંક દુષ્કર્મ બાદ મહિલાને મોતને ઘાટ ઉતારવાની ઘટનાઓ બંધ થવાનું નામ જ નથી લેતી. એવામાં ફરી મુજફ્ફરપુરની ઘટના સામે આવી છે. અહિયાપુરમાં યુવક દ્વારા યુવતી પર દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેનું આ કુકર્મ વિફળ થતાં યુવતીને જીવતી સળગાવી દીધી હતી. બાદમાં તે યુવક નાસી છૂટયો હતો. અગમકુઆ સ્થિત અપોલો બર્ન હોસ્પિટલમાં યુવતીનનું મોત થયું છે. યુવતીનો મોતથી હોસ્પિટલમાં અને પરિવરામાં માતમ છવાયો છે.
મુજફ્ફરપુરમાં યુવતીને જીવતી સળગાવી, હોસ્પિટલમાં તોડ્યો દમ - Student burnt alive
પટનાઃ મુજફ્ફરપુરના અહિયાપુરમાં યુવક દ્વારા યુવતી પર દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેનું આ કુકર્મ નહી થતાં યુવતીને જીવતી સળગાવી દીધી હતી. બાદમાં યુવતીને હોસ્પિટલમાં દાખલ કરી ત્યાંથી નાસી છૂટ્યો હતો. અગમકુઆ સ્થિત અપોલો બર્ન હોસ્પિટલમાં યુવતીનનું મોત થયું છે.
યુવતી 80 ટકા કરતાં પણ વધારે બળી ગઈ હતી. હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ ડોક્ટરે પણ તેની સ્થિતિ નાજુક હોવાનું જણાવ્યું હતુ. તેણીમાં લોહીનું પ્રમાણ પણ ઘટી રહ્યું હતું. તેની સ્થિતિ નાજુક હોવાથી પુર્વ પ્રધાન અખિલેશ સિંહે હોસ્પિટલ જઈ તેની મુલાકાત લીધી હતી.
નોંધનીય છે કે, 7 ડિસેમ્બરે મુજફ્ફરપુરના અહિયાપુરમાં પાડોશી યુવકે યુવતી પર કુકર્મનો પ્રયાસ કર્યો હતો. નરાધમનો પ્રયાસ વિફળ જતા યુવતીને જીવતી સળગાવી દીધી હતી. 10 ડિસેમ્બરે યુવતીને અગમકુઆ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.