આપણું બંધારણ આંકડાઓમાં
- બંધારણની હંમેશા યુવા ઉંમર - 70 વર્ષ
- 3 વર્ષ/165 દિવસના અથાક પ્રયાસો
- ઘડાયેલી કલમો - 395
- તૈયાર કરાયેલાં પરિશિષ્ટ - 12
- અનુમતિ અપાઈ - 26 નવેમ્બર 1949
- અમલી બન્યું - 26 જાન્યુઆરી 1950
અસાધારણ વિજય
અન્ય લોકતાંત્રિક દેશોએ તેઓ લોકતંત્રને ગળે વળગાડી શકે અને આપણા બંધારણે એક ઝાટકે તેના નાગરિકોને જે અધિકારો આપ્યા તે આપવા માટે અનેક વર્ષો સંઘર્ષ કરવો પડ્યો હતો. એવાં ઉદાહરણો છે કે, ધર્મ અને જાતિના સામાજિક દૂષણ દેશના વિભાજન માટે મુખ્ય કારણ રહ્યા છે. સમયે સમયે તેમણે તેમનું બેડોળ માથું આ દેશ જેના પર ગર્વ લે છે તે શાંતિ અને ભાઈચારાને ખોરવવા માટે ઉંચક્યું છે. આ બધાં છતાં, આપણા દૂરંદેશી નેતાઓએ તેમનામાં રહેલી તાકાત અને ધીરજ વડે સામૂહિક રીતે બંધારણ પર કામ કર્યું અને લોકાભિમુખ બંધારણ ઘડ્યું. બંધારણનાં ઉદાહરણરૂપ 11 અંકો એનો પુરાવો છે કે, તે દરેક પ્રકરણ ઘડવામાં બુદ્ધિજીવી નેતાઓએ કેટલો ભાવનાશીલ સંઘર્ષ કર્યો છે.
વિવિધ દૃષ્ટિકોણોની એકતા
પહેલું બંધારણ સંમેલન 9 ડિસેમ્બર 1946ના રોજ થયું હતું. બંધારણના 82 ટકા સભ્યો કૉંગ્રેસના હતા. તેમના બધાના વિચારો અને અભિગમો એક સરખા નહોતા. વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ સર્જવા માટે તેમના બધા વચ્ચે સંકલન સાધવું તે સામાન્ય બાબત નહોતી. સમગ્ર કવાયત હાજર કૉંગ્રેસીઓ પૂરતી સીમિત હોત તો આપણું બંધારણ અનેક રાજકીય મર્યાદાઓ હેઠળ લખાયું હોત. પરંતુ કૉંગ્રેસે તેને પક્ષ કે આંતરિક બાબત તરીકે ન જોયું. તેણે અન્ય પક્ષોના યોગ્ય ઉમેદવારો, જેઓ વિચારશીલ નેતાઓ કહેવાતા હતા, તેમના માટે એક રસ્તો ખોલ્યો. આ રીતે તેમનાં મંતવ્યો યોગ્ય રીતે જ માગ્યા. બંધારણ કાર્યમાળખા સમિતિના અધ્યક્ષ તરીકે ડૉ. બાબાસાહેબ આંબેડકરની નિમણૂક એ પોતે જ આનું એક ઉદાહરણ છે.
મહાન નેતાઓના પ્રયાસો
ડૉ. આંબેડકરે અભૂતપૂર્વ પ્રતિભા સાથે આપેલી જવાબદારીઓ સંભાળી. સમિતમાં જોકે 300 જેટલા સભ્યો હતા, પરંતુ તેમાંના વીસ જણાએ જ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. કૉંગ્રેસ તરફથી જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ અને બાબુ રાજેન્દ્રપ્રસાદે અગ્રણી ભૂમિકા ભજવી. ક.મા.મુન્શી અને અલ્લાદી કૃષ્ણસ્વામી અયરની ભૂમિકા પણ નોંધપાત્ર હતી. બી. એન. રાવ જેમણે બંધારણ પરિષદના કાનૂની સલાહકાર તરીકે સેવા આપી તેમની અદ્વિતીય ભૂમિકા અને મુખ્ય ઘડવૈયા તરીકે એસ. એન. મુખર્જીની ભૂમિકા પણ એટલી જ પ્રશંસનીય છે.
અખંડિતતાને પ્રાધાન્ય અપાયું
ભારત સરકાર અધિનિયમ 1935, જે બ્રિટિશ શાસકોએ ઘડ્યો હતો. તેની મોટા ભાગની જોગવાઈઓ ભારતના બંધારણમાં સમાવવામાં આવી. તેમાંની ઘણી આધુનિક લોકશાહીના અનુભવમાંથી બનાવવામાં આવી. તેનાથી એવી ટીકા ઉદ્ભવી કે બંધારણમાંથી ‘ભારતીયતા’નાં મૂળ ઉખેડવામાં આવી રહ્યા છે. જોકે કેટલાક સભ્યોએ ગાંધીજીના શાસનનું ગ્રામીણ સ્તરે વિકેન્દ્રીકરણ કરવાના સૂચનની તરફેણ કરી, પરંતુ અન્ય કેટલાક લોકોએ તેને ટેકો આપ્યો નહીં. છેવટે બંધારણ નિર્માતાઓને એવો મત પ્રભાવી કરી ગયો કે આધુનિક બંધારણો વ્યક્તિના અધિકારો પર આધારિત છે અને પંચાયત કે અન્ય સંગઠનોના ઈશારે અને સાદ પર નહીં.
કેન્દ્ર-રાજ્યોના સંબંધો પર ઘણી ચર્ચા થઈ છે. કર આવક અંગે કેન્દ્રને વધુ સત્તા આપવાની પણ ટીકા છે. સંઘીય ઢાંચા માટે સંમત થતી વખતે વંશીય અખંડિતતાની પ્રણાલિ તરીકે કેન્દ્ર સરકાર હોય ત્યારે રાજ્યોને ચોક્કસ સત્તાઓ સાથે વિશેષ દરજ્જો આપવો તે મોટી ચિંતાનો વિષય રહ્યો છે અને આંબેડકરે મજબૂત કેન્દ્રીય શાસનની દલીલ કરી હતી.