ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોરોના સામે એક લડાઈ આવી પણ, કાજલની પ્રેરણાસભર કહાની... - chhattisgarh NEWS

રાજનાંદગાવનાં ગંજ ચોકમાં રહેતી કાજલ ગોસાઈ શહેરના એક પ્રિન્ટીંગ પ્રેસમાં કામ કરતી હતી. લોકડાઉન તેના માટે આફત બનીને આવ્યુ અને કાજલે પોતાની નોકરી ગુમાવી દીધી. પરંતુ કાજલે નાસીપાસ થવાના બદલે નવી જ રાહ કંડારી. કાજલે આફતને અવસરમાં પલટાવી પોતાની જ સેનિટાઈઝર, માસ્ક અને ગલવ્ઝની નાની દુકાન શરૂ કરી દીધી. લોકડાઉન અને અન્ય નાની સમસ્યાઓમાં પણ ડિપ્રેશનમાં ગરકાવ થતા યુવાનો માટે કાજલ એક પ્રેરણાસ્ત્રોત છે.

rajnandgaon corona business
રાજનાંદગાવ

By

Published : Jul 18, 2020, 11:02 PM IST

Updated : Jul 18, 2020, 11:47 PM IST

રાજનાંદગાવ (છત્તીસગઢ): કોરોનાકાળમાં અનેક લોકોના ધંધા-રોજગાર છીનવાઈ ગયા છે. લોકો આર્થિક રીતે પાયમાલ બની ગયા છે. પરંતુ કાજલ આ તમામ લોકોમાં અપવાદરૂપ છે. તેણે એક રીતે નોકરી ગુમાવનારા અસંખ્ય લોકો માટે પ્રેરણા પૂરી પાડી છે.

પ્રિન્ટીંગ પ્રેસમાં કામ કરનારી કાજલને જ્યારે ખબર પડી કે નોકરી હતી તે હવે તેની પાસે રહી નથી. તો તેમણે સહેજ પણ વિચલીત થયા વગર આર્થિક સ્ત્રોતના વિકલ્પોની શોધ કરી.

કાજલે મનોમન નક્કી કરી લીધું કે, જે કોરોનાનાં કારણે તેણે નોકરી ગુમાવી છે. એ જ કોરોના વાઈરસને ખતમ કરવા તે વેપાર શરૂ કરશે. આ વિચારની સાથે જ કાજલની કોરોના સામે જંગ શરૂ કરી. તેણે ગંજ ચોકમાં જ સેનીટાઈઝર, માસ્ક, ગ્લવ્સની દુકાન શરૂ કરી. મક્કમ મનોબળ અને ઓછી મૂડીથી દુકાન શરૂ કરીને કાજલ ગજબનો આત્મસંતોષ અનુભવે છે. હવે તેને નોકરી માટે ધક્કા ખાવા પડતા નથી કે પૈસા માટે કોઈની આગળ હાથ લંબાવવા પડતા નથી. જેટલી આવક નોકરીમાંથી આવતી હતી તેના કરતાં વધુ આવક તેને આ નાનકડી દુકાનમાંથી મળી જાય છે.

કાજલ ગોસાઇની પ્રેરણાસભર કહાની

લોકડાઉનમાં માલિકે નોકરીમાંથી છૂટી કરી

21 વર્ષની ઉંમરમાં કાજલ વહેલી સવારે તૈયાર થઈને નોકરી માટે નીકળી પડતી હતી. પરંતુ કાળમુખા કોરોનાએ તેની આખી દુનિયા જ બદલી નાખી છે. કોરોનાના સંક્રમણને રોકવા દેશવ્યાપી લોકડાઉન દરમિયાન કાજલને નોકરીમાંથી છુટી કરાઈ હતી. ગરીબ પરિવારમાંથી આવતી કાજલ કંઈ જ સમજી નહીં કે હવે તે શું કરે. નોકરીમાંથી કાઢવાનું કારણ પુછતાં માલિકે કહ્યુ કે, લોકડાઉનના કારણે આર્થિક સ્થિતિ ખરાબ થઈ છે. હવે લોકોને નોકરી પર રાખવા અશક્ય છે. માલિકનો જવાબ સાંભળી કાજલ નિરાશ ન થઈ. તેણે થોડા જ દિવસોમાં કોરોના વાઈરસ સામે લડવા નાનકડી દુકાન શરૂ કરી દીધી.

ETV ભારત સાથે વાત કરતા કાજલ ગોસાઈએ જણાવ્યુ હતું કે, તેના ઘરમાં ચાર સભ્યો છે. દરેક સભ્ય કંઈકને કંઈક કામ કરે છે. દરેકની આવકમાંથી પરિવારનું ગુજરાતન ચાલે છે. કાજલે ઉમેર્યુ હતું કે, નોકરીમાંથી તેને ખુબ ઓછા પૈસા મળતા હતાં. પરંતુ આ દુકાન શરૂ કર્યા પછી તેને સારી આવક મળે છે. આટલી આવકથી તેને શાંતિ અને સંતોષ છે.

સામાજીક કાર્યકર અને ભાજપની નેતા સંગીતા સોનીએ આ અંગે કહ્યુ હતું કે, કાજલ જેવી હોનહાર પ્રતિભા મહિલાઓનાં સશક્તિકરણ માટે પ્રેરણા સમાન છે. જે આત્મનિર્ભર થઈને પોતાનું તેમનજ પરિવારનું ગુજરાન ચલાવી શકે છે. મહિલાઓનું સશક્ત થવું ખુબ જ જરૂરી છે. કાજલ પાસેથી પ્રેરણા મેળવી સમાજની મહિલાઓ ઘણું ઉમદા કામ કરી શકે છે.

Last Updated : Jul 18, 2020, 11:47 PM IST

ABOUT THE AUTHOR

...view details