નવી દિલ્હીઃ દિલ્હીમાં નાગરિકતા સુધારણા કાયદાનો ભારે વિરોધ થઈ રહ્યો છે. આ સાથે શહેરના અનેક વિસ્તારોમં હિસંક પ્રવૃત્તિઓ થઈ રહી છે. આજે એટલે કે મંગળવારે શહેરના મૌજપુર અને બ્રહ્મપુરી વિસ્તારોમાં પથ્થરમારો થયો છે. જેને લઈ દિલ્હી પોલીસ એલર્ટ પર છે.
દિલ્હીના મૌજપુર અને બ્રહ્મપુરમાં ફરી પથ્થરમારો, તમામ સરકારી સ્કૂલ બંધ
દિલ્હીમાં મંગળવારે સવારે મૌજપુર અને બ્રહ્મપુર વિસ્તારમાં પથ્થપરમારો થયો હતો. જો કે, દિલ્હી પોલીસ શહેરમાં થતી હિસંક પ્રવૃત્તિઓ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહી છે.
દિલ્હી પોલીસે આપેલી માહિતી મુજબ, આજે સવારે મૌજપુર અને બ્રહ્મપુરી વિસ્તારમાં પથ્થરમારો થયો છે. જેને લઈ દિલ્હી પોલીસ એલર્ટ પર છે. સોમવારે દિલ્હીમાં થયેલા ગોળીબારમાં છ લોકોના મોત થયા છે. જેમાં એક પોલીસ હેડ અને એક કોન્સ્ટેબલ સામેલ હતાં. જોકે તે હિંસા દરમિયાન પોલીસ પર ફાયરિંગ કરનાર શાહરુખ નામના શખ્સની પોલીસે ધરપકડ કરી છે.
CAAના વિરોધમાં થતું પ્રદર્શન ઉગ્ર બનતું જાય છે. શહેરમાં હિંસા દરમિયાન મકાનો, દુકાનો અને એક પેટ્રોલ પંપમાં આગ લગાવી હતી. પ્રદર્શનકારીઓએ એટલે ન અટકતાં પથ્થરમારો પણ કર્યો હતો. કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાનું કહેવું છે કે, દિલ્હીમાં સંપૂર્ણ રીતે સ્થિતિ કાબુમાં છે. જ્યારે દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીશ સિસોદિયાએ પણ દિલ્હી હિંસા પર ટ્વીટ કર્યુ છે કે, મંગળવારે બધી સરકારી સ્કૂલો બંધ રહેશે.