બિહારઃ જન ગન મન યાત્રા અંતર્ગત CPI નેતા કનૈયા કુમાર બુધવારે સુપોલ પહોંચ્યા હતા. જ્યાં તેમના કાફલા પર હુમલો થયો હતો. સદર તાલુકાનાં ચોક પર અસામાજીક તત્ત્વોએ તેમના કાફલા પર પથ્થરમારો કર્યો હતો. આ હુમલામાં કનૈયા કુમારના કાફલામાં સામેલ બે વ્યક્તિઓ રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટનામાં 2 ગાડીને પણ મોટા પાયે નુકસાન પહોંચાડવામાં આવ્યું હતુ.
મળતી માહિતી અનુસાર કિશનપુરના નેમનમા ગામથી પરત ફરતી વખતે કનૈયા કુમાર પર હુમલો થયો હતો. આ મામલે પોલીસે બે વ્યક્તિની ધરપકડ કરી છે. પોલીસ હાલ તેમની પુછપરછ કરી રહી છે. CPI નેતા કનૈયા કુમાર સમગ્ર બિહારમાં ફરીને નાગરિકતા સંશોધન કાયદાનો વિરાધ કરી રહ્યા છે.