ઉત્તરપ્રદેશ, (કાનપુર) : કાનપુર અથડામણનો માસ્ટરમાઈન્ડ વિકાસ દુબેની મધ્યપ્રદેશના ઉજ્જૈનથી ધરપકડ કરવામાં આવી છે. મધ્યપ્રદેશના નેતા નરોતમ મિશ્રાએ ટ્વીટ કરી વિકાસની ધરપકડ થઈ હોવાની જાણકારી આપી હતી. વિકાસ દુબે ને લઈ STF ઉજ્જૈન (મધ્યપ્રદેશ ) થી કાનપુર પહોંચી છે.પોલીસના મોટા કાફલા વચ્ચે વિકાસ દુબેને કાનપુર લાવવામાં આવ્યો છે.
હિસ્ટ્રીશીટર વિકાસે દુબેને ઉજ્જૈનથી કાનપુર લાવવામાં આવ્યો - મધ્યપ્રદેશના નેતા નરોતમ મિશ્રા
કાનપુરમાં 8 પોલીસકર્મીની હત્યાનો આરોપી હિસ્ટ્રીશીટર વિકાસ દુબેની ગુરુવારે સવારે ઉજ્જૈનના મહાકાલ મંદિરમાંથી ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે કાનપુર અથડામણનો મુખ્ય આરોપી વિકાસ દુબેને લઈ STF ઉજ્જૈનથી કાનપુર પહોંચી છે.
થોડા દિવસો પહેલા કાનપુરમાં આરોપીઓને પકડવા ગયેલી પોલીસ પર અંધાધુધ ફાયરિંગ કરાયું હતું. આ અંધાધુધ ફાયરિંગમાં 8 પોલીસકર્મીઓ શહીદ થયા હતાં. આ સમગ્ર મામલે ઉત્તર પ્રદેશ પોલીસ છેલ્લા એક અઠવાડિયાથી સક્રિય હતી. મામલે માસ્ટરમાઈન્ડ વિકાસ દુબેની મધ્યપ્રદેશના ઉજ્જૈનથી ધરપકડ કરવામાં આવી છે.
કાનપુરમાં થયેલા હત્યાકાંડ મામલે પોલીસ મુખ્ય આરોપી વિકાસ દુબેને શોધવા માટે ઉત્તર પ્રદેશ સહિત આસપાસના રાજ્યોમાં પણ તપાસ કરી રહી હતી અને તેના પરનું ઈનામ અઢી લાખથી વધારીને પાંચ લાખ રૂપિયા કરવામાં આવ્યું હતું.