ગુજરાત

gujarat

ETV Bharat / bharat

શિક્ષક ભરતી કૌભાંડની તપાસ માટે STFએ બનાવી વિશેષ ટીમ

લખનઉમાં 69000 સહાયક શિક્ષક ભરતીના કેસમાં STFએ તપાસ શરૂ કરી છે. જે અંતર્ગત ઉમેદવારોને પાસેથી કરોડો રૂપિયા વસૂલતા રેકેટને પકડવા માટે STFએ એક વિશેષ ટીમ બનાવી છે.

up
up

By

Published : Jun 11, 2020, 8:17 PM IST

ઉત્તરપ્રદેશઃ લખનઉમાં 69000 સહાયક શિક્ષક ભરતીના કેસમાં STF છેલ્લા 24 કલાકમાં ડઝનથી વધુ ઉમેદવારોની પૂછતાછ કરાઈ છે. ઉમેદવારોની પૂછતાછમાં STFને અનેક પૂરાવા મળ્યા છે. STFમાં તૈનાત અધિકારીએ જણાવ્યું હતું કે, 69000 શિક્ષક ભરતીની પરીક્ષા કૌભાંડમાં ઉમેદવારો પાસેથી લાખો રૂપિયા લેવામાં આવ્યા હતા. ઉમેદવારોએ પરીક્ષા પાસ થવા માટે 8,00,000 રૂપિયા ચૂકવ્યા હતા. આવા હજારો ઉમેદવારોને પાસ કરવા માટે સોલ્વર ગેંગ રેકેટે કરોડો રૂપિયા લીધા હતા.

STF દ્વારા 69000 શિક્ષક ભરતી પરીક્ષા હેઠળ થતી ગુનાખોરી સુધી પહોંચવા માટે ચોક્કસ નીતિ ઘડવામાં આવી છે. જ્યાં એક તરફ, STF પ્રયાગરાજમાંથી ધરપકડ કરાયેલા આ કેસના આરોપીઓના રિમાન્ડ મેળવ્યા બાદ પૂછતાછ માટે પ્રશ્નોની તૈયારી કરી રહ્યું છે, તો બીજી તરફ, STF ઉત્તરપ્રદેશના અન્ય પરીક્ષા કેન્દ્રોના સંદર્ભમાં તપાસ કરી રહી છે. જેની માટે STFએ એક યોજના તૈયાર કરી છે અને તેની એક વિશેષ ટીમ પણ બનાવી છે.

STFની ટીમ વધુ માર્ક્સ મેળવનારા ઉમેદવારની કરશે ધરપકડ


પ્રયાગરાજ પોલીસે કૌભાંડનો પર્દાફાશ થયા બાદ કાર્યવાહી કરતાં શિક્ષક ભરતી પરીક્ષાના ટોપર ધર્મેન્દ્રકુમાર પટેલની ધરપકડ કરી છે અને STFએ આ પરીક્ષા કેન્દ્ર સાથે સંકળાયેલા અન્ય 50થી વધુ ઉમેદવારોની શોધ કરી રહી છે. STF એવા ઉમેદવારોને નિશાન બનાવી રહી છે કે જેમને પરીક્ષામાં વધુ માર્કસ મેળવ્યા હોય. આ યોજના હેઠળ યપ્રયાગરાજ સહિત ઉત્તર પ્રદેશના અન્ય જિલ્લાઓમાં STFની ટીમો પણ ટૂંક સમયમાં દરોડા પાડી શકે છે.

ABOUT THE AUTHOR

...view details