નારી શક્તિઃ જાતીય હુમલા સમયે આ રીતે રહો સુરક્ષિત... - દુર્ઘટના
ન્યૂઝ ડેસ્ક: આપત્તિ અને દુર્ઘટના સમયે પણ સ્થિર અને હિંમતવાન રહેવું જરૂરી છે. મનોવૈક્ષાનિકનુ માનવુ છે કે, મુશ્કેલીની પરિસ્થિતીમાં ડરીને રહેવું તે ગુનેગારને વધુ મજબૂત બનાવે છે. હૈદરાબાદના એક વિસ્તારમાં એક યુવતી સાથે દુષ્કર્મ અને હત્યાની ઘટનાથી જાણવા મળે છે કે, ગુનેગારે ગુના પહેલા આ સમગ્ર ઘટનાનું કાવતરૂ ઘડ્યુ હતું.
જાતીય હુમલા સમયે તેની સામે નિવારવાના પગલાં
ખતરો હોવાનું જાણવા છતા સમય પર મહિલાએ કોઇ પણ પ્રકારની કાર્યવાહી ન કરવાને લીધે આરોપીએ આ દુષ્કૃત્ય કર્યુ હતું. તેને તેના પર ભરોસો ત્યારે કર્યો જ્યારે તે આરોપીઓએ ગાડીનું પંક્ચર કરવાનું જણાવ્યું હતું. મનોચિકિત્સક કલ્યાણ ચક્રવર્તી આવી સ્થિતીઓમાં મહિલાઓને સતર્ક રહેવા સલાહ આપે છે. તેઓએ કેટલાક સૂચનો એવા કર્યા હતા કે એવી કોઇપણ પરિસ્થિતીઓમાં મહિલાઓ માટે મદદ મળી રહે.
- જો કોઇ અજાણ્યા કે સુનસાન વિસ્તારોમાં તમારી મદદ કરવા માટે અજાણયા વ્યક્તિ જરૂરત કરતા વધારે જ આગળ આવવાની કોશીશ કરે તો તમારે તુરંત જ સતર્ક થઇ જવુ જોઇએ. જો તે સમયે કોઇ પણ જાતની ગડબડી નો ડર આવે તો તે સમયે હાજર જગ્યા પરથી નિકળી જવું જોઇએ.
- નામ અને સરનામા જેવી જાણકારી રાખનાર લોકો પર નજર રાખવી જોઇએ. 100માંથી 99 લોકો હકીકતમાં તમારી મદદ કરવા માંગતા હોય છે, પરંતુ, તેમાંથી વધેલો એ એક જ વ્યક્તિ ગુનેગાર હોય છે જેનો લોકો ભોગ બનતા હોય છે.
- તેના પર ધ્યાન આપવાની જરૂરત છે કે વાતચીત કરનારો વ્યક્તિ નશામાં તો નથી ને, જો હોય તો તેવા લોકોથી દુરી રાખવી જોઇએ.
- મહિલાઓએ પોતાના બેગમાં મરચાનો સ્પ્રે, પાણીની બોટલ, પેન અને પેન્સિલ રાખવી જોઇએ. ખતરાને જોઇને, તેનાથી રક્ષા મળી શકે છે. જે હુમલા દરમિયાન જો આરોપીઓનું મોત પણ થઇ જાય, પરંતુ તેને ગુનો ગણવામાં આવતો નથી.
- જો તમારૂ વાહન કોઇ પણ જગ્યાએ ખરાબ થઇ જાય તો તેવી પરિસ્થિતીમાં તમારા માટે એકલા રહેવુ એ મજબૂરી બની જતી હોય છે, તો આવી કોઇ પણ પરિસ્થિતીમાં પરિવારને જાણ કરવી જોઇએ અને તમે ક્યાં સ્થાન પર છો જેની જાણકારી પણ તમારી પાસે રહેલા મોબાઇલ દ્વારા આપી દેવી જોઇએ.
- નાના અથવા સાંકડા રસ્તાઓની જગ્યાએ ઓફીસ, શાળા કોલેજ અને અવર જવર વાળા રસ્તાઓનો ઉપયોગ કરવો જોઇએ.
- જો તમારૂ વાહન કોઇ સુનસાન વિસ્તારમાં રસ્તા વચ્ચે ખરાબ થઇ જાય, તો તેને ત્યાં જ રાખીને સુરક્ષીત સ્થળ પર ખસી જવુ જોઇએ.