બેંગલુરુ (કર્ણાટક): સાયબર ક્રાઇમ શબ્દ ભંડોળમાં નવો શબ્દ ઉમેરવામાં આવ્યો છે અને તે છે 'જ્યુસ જેકિંગ.' ઘણા લોકો તેનો ભોગ બન્યા છે અને તેમ છતાં જાગૃત રહેવા સિવાય બીજા કોઈ સાવચેતી ના પગલા લઇ શકાતા નથી. મોબાઇલ ફોનના ચાર્જિંગ કેબલ ને સગવડ ખાતર ડેટા કેબલમાં રૂપાંતરિત કરવામાં આવ્યા છે, ત્યાર થી જ્યૂસ જેકિંગ એ પીડિતો ના મોબાઇલ ફોનમાં સંગ્રહિત ખાનગી માહિતી ની ચોરી કરવાની અનુકૂળ રીત બની ગઇ છે.
હેકર્સ જાહેર જગ્યાઓ જેવા કે એરપોર્ટ, બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન, ઉદ્યાનો અને મોલ્સ ને લક્ષ્યાંક બનાવે છે જ્યાં મફત ચાર્જિંગ પોઇન્ટ આપવામાં આવે છે. ચાર્જિંગ માટે યુ.એસ.બી. પોર્ટ્સ તેમજ પ્રી-પ્રોગ્રામ ડેટા કેબલ મારફતે કદાચ વ્યક્તિની વિગતો સ્થાળાંતરિત થઇ જાય છે. હેકર્સ બેંકિંગ, સોશિયલ મીડિયા માહિતી, વ્યક્તિગત વિગતો માટે ઉપયોગમાં લેવાતા પાસવર્ડો વિશે અને વ્યક્તિગત ચિત્રોની મેળવી શકે છે. તેઓ પાસવર્ડ્સ ફરીથી સેટ કરી શકે છે અને તમારા ઉપકરણથી લોક કરી શકે છે અથવા તમારા વ્યક્તિગત માહિતીથી તમને બ્લેકમેલ કરી શકે છે .