જોકે બીજીન્ગે પણ ભારતમાં વસતા કેટલાક ચાઇનીઝ તિબેટીયન દ્વારા પોતાના માદરે વતન વિરુદ્ધ પ્રવૃત્તિ કરતા હોવાની વાત અંગે ચિંતા વ્યક્ત કરી હતી. સુમદોરોંગ્ચુમાં યથાસ્થિતિ નિર્માણ કરવા માટે વાટાઘાટો કરવામાં સાત વર્ષનો સમય લાગ્યો પરંતુ રાજીવ ગાંધીની મુલાકાત બાદ ભારત-ચીન વાર્તા ફરી સપાટી પર આવી હતી. સુમદોરોંગ્ચુ, ભૂતાન સાથે પૂર્વ તરફ ત્રિભૂજ રીતે જોડાયેલું છે, જે ડોકલામથી ઘણું નજીક છે. ડોકલામ એ જ સ્થળ છે જ્યાં 2017માં બન્ને દેશોના સૈન્ય 73 દિવસ સુધી ખડેપગે તેનાત રહ્યા હતા. જેના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જીનપીંગ ગત વર્ષ મળ્યા અને દ્વીપક્ષીય સંબંધોમાં સુમેળ સાધવા પ્રયાસો કર્યા હતા. ત્યારથી અત્યાર સુધી બન્ને દેશોના વડા અનેક વખત મળી ચુક્યા છે અને નિર્ણાયક દ્વિપક્ષી મંત્રણા કરી ચુક્યા છે. મધ્ય ચીનના શહેર વુહાન ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચેની અનૌપચારિક મંત્રણા દરમિયાન ખૂબ જ આશા અને ઉમંગ દેખાયો હોવા છતાં દ્વિપક્ષી સબંધમાં મતભેદ જોવા મળ્યા હતા.
અનૌપચારિક વુહાન સમિટને પગલે દ્વિપક્ષીય જોડાણમાં ગતિશીલતા જાળવી રાખવાના હેતુ સાથે વડાપ્રધાન મોદી ચીની રાષ્ટ્રપતિને પાંચ વખત મળી ચુક્યા છે. શી હાલમાં તો ચીનના લોકપ્રિય અને સ્વપ્નદ્રષ્ટા નેતા તરીકેની છબી ધરાવે છે. ચીન દ્વારા વુહાન સમિટના આયોજન પછી બંને દેશો અન્ય મંત્રણાનું આયોજન કરી રહ્યા છે.