આ અંગે એક અરજીની સુનાવણી દરમિયાન હાઈકોર્ટના આદેશ બાદ ગૃહ મંત્રાલયે બધા રાજ્યોને સૂચનો રજૂ કરીને આ સંદર્ભમાં જણાવ્યું છે.
દરેક રાજ્ય કાશ્મીરી નાગરિકોને સુરક્ષા પૂરી પાડે : કેન્દ્ર - center
નવી દિલ્હી: પુલવામા આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખીને દેશના અલગ-અલગ ભાગમાં જમ્મૂ-કાશ્મીર સાથે જોડાયેલા લોકો પર હુમલાની જાણકારી મળી હતી. જેને લઈને શુક્રવારે બધા રાજ્યોને જમ્મૂ કાશ્મીર સાથે જોડાયેલા લોકોની સુરક્ષા નિશ્ચિત કરવાનો આદેશ આપ્યો છે.
ફાઈલ ફોટો
બધા રાજ્યને સરકારને મોકલવામાં આવેલા સૂચનોમાં કહેવામાં આવ્યું છે કે, રાજ્ય સરકાર અને કેન્દ્રશાસિત રાજ્યો તેમજ તેમના દ્વારા નિયુક્ત નોડલ અધિકારીઓ એકવાર ફરી આ સલાહ આપવામાં આવે છે કે જેમાં હાઈકોર્ટના આદેશનું પાલન કરતા કાશ્મીરીઓની સાથે સાથે લઘુમતીઓ વિરૂદ્ધ કોઈપણ પ્રકારનો હુમલો, ધમકી, અપરાધ તેમજ સામાજિક બહિષ્કાર વગેરેને રોકવા માટે બધા જરૂરી પગલા લે.