ભારતીય હવામાન વિભાગ મુજબ, આ વાવાઝોડુ 30 એપ્રિલની સાંજ સુધી ઉત્તર તમિલનાડુ તથા દક્ષિણ આંધ્ર પ્રદેશ સુધી પહોંચી શકે છે.
"ફૈની" વાવાઝોડાને પગલે દક્ષિણ ભારતમાં એલર્ટ - Gujarat
ન્યૂઝ ડેસ્ક: દક્ષિણપૂર્વ બંગાળની ખાડી વિસ્તારમાં "ફૈની"વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. ભારતીય હવામાન વિભાગે આ જાણકારી આપી છે. ભારતીય હવામાન વિભાગે જણાવ્યું કે, દક્ષિણ પૂર્વ બંગાળની ખાડી પર દબાવના પગલે વાવાઝોડામાં પરિવર્તન થઇ ગયું છે. જેને "ફૈની"નામ આપવામાં આવ્યું છે.
ફાઇલ ફોટો
30 એપ્રિલ તથા મે માસની શરૂઆતમાં ઉત્તર તમિલનાડુ તથા દક્ષિણ આંધ્રપ્રદેશના અમુક સ્થળો પર વરસાદ થઇ શકે છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું કે, 28 એપ્રિલથી શ્રીલંકા, તમિલનાડુ તથા આંધ્રપ્રદેશના સમુદ્રમાં ઉંચી લહેરો આવવાની શક્યતા છે. હવામાન વિભાગે શ્રીલંકા, તમિલનાડુ તથા આંધ્રપ્રદેશમાં માછીમારોને સમુદ્રમાં ન જવાની ચેતવણી આપી છે.