નવી દિલ્હી : કેન્દ્રીય પ્રધાન રામવિલાસ પાસવાને શુક્રવારે આરોપ લગાવ્યો હતો કે, રાજ્ય સરકાર કોવિડ-19 લોકડાઉન દરમિયાન વડાપ્રધાન ગરીબ યોજના હેઠળ PDS કાર્ડધારકોને પુરતા પ્રમાણમાં કઠોળ વિતરણ કરતી નથી.
દેશના રાજ્ય PDS હેઠળ પુરતા પ્રમાણમાં કઠોળ વિતરણ કરવામાં અસફળ : પાસવાન
કેન્દ્રીય પ્રધાન રામવિલાસ પાસવાને દાવો કર્યો છે કે, રાજ્ય સરકારો PDS હેઠળ રેશનકાર્ડ ધારકોને માત્ર 53,617 ટન રાશન વિતરણ કરવામાં જ સફળ રહી છે. આ ઉપરાંત પાસવાને આરોપ લગાવ્યો છે કે, તેઓ PMGY હેઠળ કઠોળનું પુરતા પ્રમાણમાં વિતરણ કરતા નથી.
જો આ અંગે વાત કરવામાં આવે તો એક મહિનાના કઠોળની સપ્લાય રાજ્ય અને કેન્દ્રશાસીત પ્રદેશમાં મોકલી આપવામાં આવી છે. પરંતુ રાજ્ય સરકાર અને કેન્દ્રશાસીત પ્રદેશો PDS હેઠળ રેશનકાર્ડ ધારકોને માત્ર 53.6 ટન રાશનનું જ વિતરણ કરવામાં સફળ રહ્યાં છે. આ તકે પ્રધાને ગરીબ લોકોના હિત માટે પ્રક્રિયાને ઝડપ કરવા તાકીદ કરી છે.
ઉલ્લેખનિય છે કે, સરકારે લોકડાઉન સમયે ગરીબોને PMGY હેઠળ દરેક PDS કાર્ડ ધારકોને જુન સુધી ત્રણ મહિના માટે 1 કિલો દાળનું વિતરણ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ તકે કઠોળ વિતરણ કરવું એ રાજ્ય સરકારની જવાબદારી છે. આવા કપરા સમયમાં રાજ્ય અને કેન્દ્રશાસીત પ્રદેશોને સપ્લાય કરવી સહેલી નથી. વધુમાં જણાવતા કહ્યું કે તમામ રાશનનું PDS હેઠળ વિતરણ કરવામાં આવે છે.