શિવસેના નેતાએ આગળ જણાવ્યું હતું કે, લોકોએ 50-50ના ફોર્મ્યુલાના આધાર પર જનાદેશ આપ્યો છે. અને જનતા પણ શિવસેનાના મુખ્યપ્રધાન ઈચ્છે છે. સંજય રાઉતે દેવેન્દ્ર ફડણવીસ પર કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, તેમણે આટલો પણ ઘમંડ ન રાખવો જોઈએ. પોતાના ટ્વીટમાં રાઉતે જણાવ્યું હતું કે, સાહેબ, ઘમંડ ન રાખો, સમયની થપાટમાં અનેક સિંકદર ડૂબી ગયા...
મહારાષ્ટ્ર: એટલો પણ ઘમંડ ન રાખો, CM અમારો જ હશે: શિવસેના
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન કોણ બનશે, તેને લઈ ગૂંચવણ વધતી જ જાય છે. શિવસેના અને ભાજપ વચ્ચે મુશ્કેલીઓ ઘટવાને બદલે વધતી જ જાય છે. શિવસેનાએ સ્પષ્ટ કરી દીધું છે કે, મુખ્યપ્રધાન તેમની જ પાર્ટીનો હશે. પાર્ટી નેતા સંજય રાઉતે જણાવ્યું હતું કે, રાજકારણમાં વિકલ્પો હંમેશા ઉઘાડા હોય છે. જો અમે સરકાર બનાવવાનો નિર્ણય કરીશું, જો યોગ્ય સંખ્યાબળ પણ મળી જશે.
આપને જણાવી દઈએ કે, આ અગાઉ શિવસેના સાંસદ સંજય રાઉતે એનસીપી પ્રમુખ શરદ પવાર સાથે મુલાકાત યોજી હતી. ત્યાર બાદ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રના રાજકારણ પર ચર્ચા થઈ હતી. ઉલ્લેખનીય છે કે, વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર થયાં બાદ તે જ દિવસે શરદ પવાર સાથે સંજય રાઉતે મુલાકાત કરી હતી, જો કે, આ મુલાકાતને વ્યક્તિગત મુલાકાત ગણાવી રદીયો આપી દીધો હતો.
ભાજપ 105 સીટ જીતીને સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. શિવસેનાને 56 સીટ મળી છે. રાજ્યમાં સરકાર બનાવવા માટે 145 સીટની જરુર છે. એનસીપી પાસે 54 સીટ છે અને કોંગ્રેસ પાસે 44 સીટ છે. શિવસેના 50-50ના ફોર્મ્યુલા પર સરકાર બનાવવાની માગ કરી રહ્યું છે. તો ભાજપના ધારાસભ્ય દળના નેતા દેવેન્દ્ર ફડણવીસનું માનવુ છે કે, ભાજપના નેતૃત્વમાં જ પાંચ મજબૂત સરકાર કામ કરશે.