રાબડી દેવીએ જણાવ્યું કે, લાલુના નાના પુત્ર તેજસ્વી લાલુને મળવા ગયા હતા, પરંતુ તેમને લાલુ સાથે મળવા દેવામાં ન આવ્યા. જો તેમને કંઈ થશે, તો બિહારની તેમજ ઝારખંડની ગરીબ જનતા રસ્તાઓ પર ઉતરી જશે.
લાલુ યાદવને ઝેર આપીને મારવા ઈચ્છે છે સરકારઃ રાબડી દેવી - government
રાંચી: બિહારના પૂર્વ મુખ્યપ્રધાન રહી ચુકેલા રાબડી દેવીએ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પર કટાક્ષ કરતા કહ્યું કે, આ સરકાર સરમુખત્યાર સરકાર છે. આ સરકાર RJD સુપ્રીમો લાલુ યાદવને મારવા ઈચ્છે છે. સરકાર હોસ્પિટલમાં ઝેર આપીને લાલુ યાદવને મારવા ઈચ્છે છે. જો આવું કંઈ પણ થાય છે, તો લોકો રસ્તા પર ઉતરી જશે.
રાબડીએ નિવેદન આપતા જણાવ્યું કે, વર્તમાન સરકાર સરમુખત્યારી સરકાર છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પાગલ થઈ ગઈ છે. અઠવાડિયામાં ત્રણ વાર જ લાલુજી સાથે મળવા દેવામાં આવે છે. જો તેમને ઝેર આપીને મારવા છે, તો બંન્ને સરકાર મળીને તેમને મારી નાખે. જે પણ કરવું છે, તે સરકાર કરી લે. બધા લોકોની સામે લાલૂ પરિવારને નાબૂદ કરી દેવામાં આવે. અમે આ જ ઈચ્છીએ છીએ, પરંતુ આ પ્રકારની સરમુખત્યારી ચાલશે નહીં.
આપને જણાવી દઈએ કે, 20 એપ્રિલના રાંચીમાં આવેલા રિમ્સમાં રાજદ સુપ્રીમો લાલૂ પ્રસાદ યાદવ કોઈપણ સાથે મુલાકાત કરી શક્યા નહીં. આ બાબત બિરસા મુંડા કેન્દ્રીય કારાના જેલ અધિક્ષકના આદેશ પર જાહેર કરી દેવામાં આવ્યો છે. કાયદો અને વ્યવસ્થાની સમસ્યાને જોઈને આ પગલું લેવામાં આવ્યું છે. જેલ અધિક્ષકના આદેશ અનુસાર તેમની સાથે મુલાકાત કરવાનો કાર્યક્રમ રદ કરી દેવામાં આવ્યો છે. આ સમસ્યાને દેખતા 20 એપ્રિલે પ્રતિબંધિત લાલૂ યાદવ સાથે મુલાકાતનો કાર્યક્રમ રદ કરવાનો આદેશ જેલ અધિક્ષકે આપ્યો છે.