ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોવિડ-19 સામે લડવા માટે તમારી પાસે કોઇ સોલ્યુશન હોય તો કહોઃ વિજ્ઞાન મંત્રાલયે સ્ટાર્ટ-અપ્સને હાકલ કરી

ભારત કોવિડ-19 વૈશ્વિક મહામારીના ત્રીજા તબક્કાના ઉંબરે આવીને ઉભું છે ત્યારે આ જાહેર આરોગ્ય સંક્ટનો સામનો કરવા માટે વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રાલય (DST)ની રાષ્ટ્રીય સ્તરની ટહેલ પર 165 સ્ટાર્ટઅપ્સે પ્રતિભાવ આપ્યો છે. આ સ્ટાર્ટઅપ્સ કોરોના વાયરસનો સામનો કરવા માટે ઇનોવેટિવ સોલ્યુશન્સ ધરાવે છે. આ સોલ્યુશન્સ કોરોના સામેના અટકાયત, નિદાનાત્મક, સહાકારી અને સારવારાત્મક પગલાંમાં મદદ કરી શકે તેવા છે. મહત્વનું છે કે કોવિડ-19ની વૈશ્વિક મહામારીને કારણે વિશ્વભરમાં 24,000થી વધુ લોકોના મોત થયા છે. તેઓ સ્ટાર્ટઅપ સફરના વિવિધ તબક્કે છે.

etv bharat
etv bharat

By

Published : Mar 31, 2020, 12:19 AM IST

વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રાલય દ્વારા હાથ ધરાતી વિવિધ પ્રવૃત્તિઓ તેમજ દેશભરમાં સ્વાયત્ત સંસ્થાઓ અને વિજ્ઞાન સંસ્થાઓના નેટવર્કને એકસાથે જોડીને તેમને વધુ અસરકારક બનાવવા તેમજ આ પ્રવૃત્તિઓ વચ્ચે એકસૂત્રતા લાવવાના ભાગ રૂપે વિજ્ઞાન મંત્રાલયે આક્રમક પગલાં હાથ ધર્યા છે. જેના ભાગ રૂપે તેણે મહારાષ્ટ્રની વિવિધ હોસ્પિટલોમાં ક્વૉરન્ટાઇન કરાયેલા વિસ્તારોમાં વાયરલ લોડ નોંધપાત્ર રીતે ઘટાડવા માટે આયર્ન આયનાઇઝર મશીનો લગાવવા માટે પૂણે યુનિવર્સિટીના સાયટેક પાર્કના ઇન્ક્યુબેશન હેઠળ રહેલા પૂણે સ્થિત સ્ટાર્ટઅપને અનુદાન પણ આપ્યું છે.

કેન્દ્ર સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયે દેશભરના સ્ટાર્ટઅપ અને વિજ્ઞાન સંસ્થાઓ પાસેથી નિવેદનો આમંત્રિત કર્યા હતા અને તેમને 30 માર્ચ 2020 સુધી તેમના નિવેદનો જમા કરાવવા કહ્યું હતું. વિજ્ઞાન મંત્રાલયની આ ટહેલને જબ્બર પ્રતિસાદ સાંપડ્યો છે. લગભગ 190 જેટલી કંપનીઓએ નોંધણી કરાવી છે જેઓ કોરોનાનો સામનો કરવા માટે ડાયગ્નોસ્ટિક કિટ, થર્મલ સ્કેનર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ઇન્ટરનેટ ઑફ થિંગ્સ આધારિત નિર્ણય નિર્ધારણ સહાય, વેન્ટિલેન્ટર અને તેના સ્પેરપાર્ટ્સ અને માસ્કના ઉત્પાદન ક્ષેત્રે સંકળાયેલી છે.

વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રાલયની ત્રિવેન્દ્રમ સ્થિત સ્વાયત્ત સંસ્થા શ્રી ચિત્રા તિરુનાલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (SCTIMST)એ કોવિડ-19 આરોગ્ય પડકારોનો સામનો કરવા માટે વિવિધ 8 પ્રોટોટાઇપનું નિર્માણ કરવાનું શરૂ પણ કરી દીધું છે.

SCTIMST-TIMedના ઇન્ક્યુબેશન હેઠળ રહેલું સ્ટાર્ટઅપ કોવિડ-19ના દર્દીઓના સ્ક્રીનિંગ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંચાલિત ડિજિટલ એક્સ-રે ડિટેક્ટર તૈયાર કરી રહ્યું છે. વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રાલયે દેશની વિવિધ લેબોરેટરીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, સ્ટાર્ટઅપ્સ અને MSMEsની વિવિધ ટેક્નોલોજીઓ વચ્ચે સંકલન માટે “કોવિડ 19 ટાસ્ક ફોર્સ”ની સ્થાપના કરી છે. આનો ઉદ્દેશ નાણાકીય અને અન્ય સહાયની જરૂરિયાતવાળા એવા આશાસ્પદ સ્ટાર્પઅપને શોધવાનો છે જેની પ્રોડક્ટનું મોટા પાયે ઝડપથી ઉત્પાદન કરીને કોરોનાનો અસરકારક રીતે સામનો કરી શકાય.

રિસર્ચ અને ડેવલપમેન્ટ સપોર્ટની જરૂરિયાત છે તેવા સોલ્યુશન્સના મેપિંગ મારફતે વૈશ્વિક મહામારીને લગતા પડકારોનો સામનો કરવાના ઉદ્દેશ સાથે તૈયાર થઇ રહેલા સોલ્યુશન્સ અને નોવેલ એપ્લિકેશન્સનું યુદ્ધના સ્તરે મેપિંગ થઇ રહ્યું છે અને આર્થિક રીતે ટકી શકે તેવી પ્રોડક્ટ વિકસાવી રહેલા સ્ટાર્ટઅપ્સને જરૂરી સહયોગ અને ઉત્પાદન સહાય અપાઇ રહી છે.

બજારમાં મૂકી શકાય તેવી હોય અને તેને નાણાની જરૂર હોય તેવી પ્રોડક્ટ્સની પણ ઓળખ કરાઇ રહી છે. હાલમાં એવા સોલ્યુશન્સને સહાય અપાઇ રહી છે જે પહેલેથી બજારમાં છે અને તેમને ઉત્પાદન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરવાની જરૂર છે.

કોવિડ-19 અને શ્વસનને લગતા વિવિધ ચેપ અંગે વિશેષ તૈયાર કરાયેલી ઇન્ટેન્સિફિકેશન ઑફ રિસર્ચ ઇન હાઇ પ્રાયોરિટી એરિયા (IRHPA) સ્કીમ હેઠળ વિશેષ હાકલના ભાગ રૂપે સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ રિસર્ચ બોર્ડ (SERB)એ દરખાસ્તો આમંત્રિત કરવાની જાહેરાત કરી પણ દીધી છે. ભારત દેશ નવા એન્ટી-વાયરલ્સ, રસીઓ અને કિફાયતી નિદાન માટે રાષ્ટ્રીય સંશોધન અને વિકાસને સઘન બનાવવા પ્રયાસો હાથ ધરી રહ્યો છે.

દરખાસ્તો જમા કરાવવાની અંતિમ તારીખ 31 માર્ચ 2020 છે અને ત્યાર સુધી આ ટહેલને સમગ્ર દેશના વૈજ્ઞાનિકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ સાંપડ્યો છે.

વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રાલય હેઠળ કામ કરતી ભારત સરકારની વૈધાનિક સંસ્થા ટેક્નોલોજી ડેવલપમેન્ટ બોર્ડ (TDB)એ કોવિડ-19ના દર્દીઓ માટે સંરક્ષણ અને ઘરેલુ રેસ્પિરેટરી ઇન્ટરવેન્શન માટે દરખાસ્તો મંગાવી છે.

વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રાલયના નેશનલ સાયન્સ એન્ડ ટેક્નોલોજી એન્ત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ બોર્ડ કોવિડ-19 જેવી બિમારીઓનો સામનો કરવા માટે પહેલેથી ઇન્ક્યુબેશન હેઠળ રહેલા નોવેલ ઇનોવેશન્સના મેપિંગ માટે સમગ્ર દેશમાંથી 150થી વધુ ઇન્ક્યુબેશન સેન્ટરોના મજબૂત નેટવર્ક સુધી પહોંચ્યું છે.

વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રાલય વૈજ્ઞાનિક અને સંશોધન સંસ્થાઓ, સંશોધનકારો, વૈજ્ઞાનિકો, ઇન્ક્યુબેટર્સ, સ્ટાર્ટઅપ્સ અને ટેક્નોલોજી કંપનીઓને સાંકળતા સામૂહિક અભિગમ મારફતે કોવિડ-19ની વૈશ્વિક મહામારીને કારણે ઉભા થયેલા પડકારોનો સામનો કરવા સજ્જ થયું છે.

ABOUT THE AUTHOR

...view details