ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઉત્તર ભારતમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, શ્રદ્ધાળુંઓ કરશે મહાદેવની આરાધના - gujarati news

ન્યૂઝ ડેસ્કઃ ઉત્તર ભારતમાં બુધવારથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ છે. આ મહિનાથી તહેવારોની પણ શરૂઆત થાય છે.

ઉત્તરભારતમાં પવિત્ર શ્રાવણ માસની શરૂઆત

By

Published : Jul 17, 2019, 2:39 PM IST

Updated : Jul 17, 2019, 3:09 PM IST

શ્રાવણ મહિનો ભગવાન શિવની આરાધના માટે સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવની પૂજા-અર્ચના કરવામાં આવે છે. ભગવના શિવ ઉપરાંત આ મહિનો માતા પાર્વતીની પૂજા માટે પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે.

કહેવાય છે કે, જે પણ શ્રદ્ઘાળુ આ મહીને માતા પાર્વતી અને ભગવાન શિવની પૂજા કરે છે તેમને ભોળાનાથની અસિમ કૃપા મળે છે.

શ્રાવણ મહિનામાં ભગવાન શિવનો રૂદ્રાભિષેક કરવામાં આવે છે. જુદી-જુદી વસ્તુથી રૂદ્રાભિષેક કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે. આ વખતે શ્રાવણના મહિનાની ખાસ વાત એ છે કે, શ્રાવણના 4 સોમવાર હશે. શ્રાવણનો અંતિમ દિવસ 15 ઑગષ્ટ છે. આ દિવસે સ્વતંત્ર્યતા દિનની સાથે રક્ષાબંધન પણ છે.

આ વખતે શ્રાવણ માસમાં કેટલાય શુભ સંયોગ બન્યા છે. શ્રાવણના પ્રથમ સોમવારે કૃષ્ણપંચમી, બીજા સોમવારે ત્રયોદશી પ્રદોષ વ્રત, ત્રીજા સોમવારે નાગ પાંચમી અને ચોથા સોમવારે ત્રયોદશી તિથિના શુભ સંયોગમાં ઉજવવામાં આવશે.

Last Updated : Jul 17, 2019, 3:09 PM IST

ABOUT THE AUTHOR

...view details