CRPF દ્વારા શરૂ કરાયેલા આ કેન્દ્ર થકી શિબિરોમાં રહેતા શ્રદ્ધાળુઓ સુધી પહોંચી તેમની સમસ્યાઓનું સમાધાન કરશે. આ કેન્દ્ર CRPF દ્વારા જમ્મુ કાશ્મીર રેલવે સ્ટેશન અને એરપોર્ટ ઉપર શરૂ કરાયું છે. યાત્રાળુઓએ CRPFની આ પહેલને વધાવી લીધી છે.
અમરનાથ યાત્રાળુઓ માટે CRPF દ્વારા મોબાઈલ સેવા શરૂ કરાઈ - KASHMIR
ન્યુઝ ડેસ્કઃ કેન્દ્રીય અનામત પોલીસ દળ દ્વારા અમરનાથ યાત્રાળુઓની મદદ માટે એક સરળ સહાયત કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે.

f
જમ્મુમાં CRPFના પ્રવક્તા આશીષ કુમાર ઝાએ જણાવ્યું કે, જમ્મુ શહેરમાં આવેલા શ્રદ્ઘાળુઓ માટે 18 શિબિર તૈયાર કરાઈ છે. જ્યાં તીર્થયાત્રીઓની મદદ માટે કેન્દ્ર બનાવવામાં આવ્યા છે. આ કેન્દ્રનો હેતુ યાત્રા માટે આવેલા લોકોને સુરક્ષા, મદદ અને સારવાર આપવાનો છે. તેમણે કહ્યું કે, આ કેન્દ્ર યાત્રાના અંતિમ દિવસ સુધી કાર્યરત રહેશે.