ગુજરાત

gujarat

ETV Bharat / bharat

નવી દિલ્હીના માનસરોવર પાર્કમાં રહેતી ધોરણ 9ની વિદ્યાર્થિનીએ કરી આત્મહત્યા - Mansarovar Park delhi news

ઉત્તર પૂર્વ દિલ્હીના માનસરોવર વિસ્તારમાં 9માં ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી વિદ્યાર્થિનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો. ઘટના સ્થળેથી પોલીસને એક સ્યુસાઇડ નોટ પણ મળી હતી. જોકે સુસાઇડ નોટમાં શું લખ્યું છે તે હજુ સ્પષ્ટ નથી.

માનસરોવર પાર્ક
માનસરોવર પાર્ક

By

Published : Aug 9, 2020, 4:30 PM IST

નવી દિલ્હી: ઉત્તર પૂર્વ દિલ્હીના માનસરોવર વિસ્તારમાં 9માં ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી વિદ્યાર્થિનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો. ઘટના સ્થળેથી પોલીસને એક સ્યુસાઇડ નોટ પણ મળી હતી. જોકે સુસાઇડ નોટમાં શું લખ્યું છે તે હજુ સ્પષ્ટ નથી.

વિદ્યાર્થિનીના માતા અને પિતા બંને હોસ્પિટલમાં દાખલ હતા. ઘટનાની જાણ થતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહ કબ્જે કરીને પોસ્ટમાર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસને ઘટનાસ્થળેથી એક સુસાઇડ નોટ પણ મળી હતી. આ સુસાઇટ નોટની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

ઘટના બાદ પીડિત પરિવાર આઘાતમાં છે. મૃતકના પિતાનું કહેવું છે કે, તેની પુત્રી આત્મહત્યા કરી શકે નહીં. તેની હત્યા કરવામાં આવી છે. હવે સવાલ ઉભો થાય છે કે પિતા હત્યાનો પ્રશ્ન શા માટે અને કોના પર ઉભો કરી રહ્યા છે. હાલ પોલીસ પીડિતાના પરિવારના નિવેદનોના આધારે દરેક પાસાથી કેસની તપાસ કરી રહી છે.

ABOUT THE AUTHOR

...view details