મુંબઇઃ સુશાંત કેસમાં CBI આજે અન્ય ઘણા લોકોની પૂછ પરછ કરી રહી છે. મુંબઈમાં એજન્સીના 16 લોકો આ કેસની તપાસ માટે હાજર છે. સુશાંત સિંહ રાજપૂત કેસમાં CBI તપાસ હવે જોર પકડી રહી છે. CBIની 16 સભ્યોની ટીમ મુંબઈમાં છે. આ કેસમાં તપાસનો આજે ત્રીજો દિવસ છે. આજે સિદ્ધાર્થ પીઠાણી સહિત સુશાંતનો રસોઈયો નીરજ પણ ડીઆરડીઓ ગેસ્ટહાઉસ પહોંચ્યો છે, જ્યાં સીબીઆઈની ટીમ ગેસ્ટ હાઉસમાં પૂછપરછ કરી રહી છે. સુશાંત કેસની તપાસ કરી રહેલી મુંબઈ સીબીઆઈ ટીમમાં ત્રણ અધિકારીઓ છે.
સુશાંત કેસઃ CBI તપાસનો આજે ત્રીજા દિવસ, સિદ્ધાર્થ-નીરજની પુછપરછ શરૂ
સુશાંત કેસમાં CBI આજે અન્ય ઘણા લોકોની પૂછ પરછ કરી રહી છે. મુંબઈમાં એજન્સીના 16 લોકો આ કેસની તપાસ માટે હાજર છે. સુશાંત સિંહ રાજપૂત કેસમાં CBI તપાસ હવે જોર પકડી રહી છે. CBIની 16 સભ્યોની ટીમ મુંબઈમાં છે. આ કેસમાં તપાસનો આજે ત્રીજો દિવસ છે. આજે સિદ્ધાર્થ પીઠાણી સહિત સુશાંતનો રસોઈયો નીરજ પણ ડીઆરડીઓ ગેસ્ટહાઉસ પહોંચ્યો છે, જ્યાં સીબીઆઈની ટીમ ગેસ્ટ હાઉસમાં પૂછપરછ કરી રહી છે. સુશાંત કેસની તપાસ કરી રહેલી મુંબઈ સીબીઆઈ ટીમમાં ત્રણ અધિકારીઓ છે.
આમ, સુશાંત સિંહ રાજપૂતનાં મોત મામલે CBI કડક રીતે કાર્યવાહી કરી રહી છે, ત્યારે આજે મુંબઇમાં તપાસનો ત્રીજો દિવસ છે. CBI સુશાંતના મોત સાથે સંકળાયેલા કેટલાક અન્ય લોકોની પૂછપરછ કરી શકે છે. ગત રોજ તપાસના બીજા દિવસે સુશાંતના મિત્ર સિદ્ધાર્થ પિઠાની અને કુલ નીરજ સિંહની પૂછ પરછ કરવામાં આવી છે. સુશાંતનો પોસ્ટમાર્ટમ રિપોર્ટ પણ સામે આવ્યો છે. રિપોર્ટ પ્રમાણે, સુશાંતના ગળા પર 33 સેમી લાબું લિગેચર માર્ક એટલે કે ઊંડું નિશાન છે. જે જણાવે છે કે ગળા પર રસ્સી અથવા એવી જ કોઈ વસ્તુથી ભારે દબાણ થયું છે. જો કે, આ રિપોર્ટ પર સુશાંતના પિતાના વકીલે સવાલ કર્યો છે.
શનિવારે સીબીઆઈની ટીમ સુશાંતના બાંદ્રાના ડુપ્લેક્સ ફ્લેટમાં પહોંચી હતી અને લગભગ 6 કલાક સુધી તપાસ કરી હતી. ઘટનાના દિવસે સિદ્ધાર્થ પઠાણી, દિપેશ સાવંત અને નીરજ સિંહ ઘરે હાજર હતાં. આમ, CBIની તપાસ કાલે આખો દિવસ ચાલી હતી અને મોડી રાત સુધી લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. જે તપાસ આજે પણ ચાલુ છે. પોલીસે સુશાંતના ફ્લેટના છતની પણ તપાસ કરી હતી. શનિવારે રાત્રે 9 વાગ્યે સીબીઆઈની ટીમ સુશાંતના ફ્લેટમાંથી બહાર આવી હતી. જ્યારે તેમની સાથે સિદ્ધાર્થ પીઠાણી, દિપેશ સાવંત અને નીરજ સિંહ પણ હતા, જેની સાથે તેઓ ડીઆરડીઓ ગેસ્ટહાઉસ પહોંચ્યા હતા અને પ્રશ્ન અને જવાબનો લાંબો રાઉન્ડ ચાલ્યો હતો.