કેરળ: રાજ્યમાં SSLC અને VHSCની પરીક્ષાઓ કોવિડ-19ના ફેલાવાને કારણે મોકૂફ રાખવામાં આવી હતી, તે મંગળવારથી શરૂ થશે. VHSC પરીક્ષાઓ સવારે અને SSLC પરીક્ષાઓ બપોરે લેવામાં આવશે.
કોરોનાના સંકટ વચ્ચે કેરળમાં પરીક્ષાનો પ્રારંભ, 13 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા - માર્ગદર્શિકા
કેરળમાં SSLC અને VHSCની પરીક્ષાઓ કોવિડ-19ના ફેલાવાને કારણે મોકૂફ રાખવામાં આવી હતી. જે 26 મે, મંગળવાર શરૂ થશે. VHSC પરીક્ષાઓ સવારે જ્યારે SSLC પરીક્ષાઓ બપોરે લેવામાં આવશે.
ssc exam
આરોગ્ય વિભાગની માર્ગદર્શિકા અનુસાર અને કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે આ પરીક્ષાઓ લેવામાં આવી રહી છે. બુધવારથી ઉચ્ચતર માધ્યમિક પરીક્ષાઓ લેવામાં આવશે.
13 લાખથી વધુ વિદ્યાર્થીઓ SSLC અને પ્લસ-2ની પરીક્ષા આપશે. તમામ પરીક્ષા કેન્દ્રો પર શરીરનું તાપમાન થર્મલ સ્કેનરથી માપવામાં આવશે. તેમજ એક વર્ગમાં વધુમાં વધુ 20 વિદ્યાર્થીઓને જ બેસવાની મંજૂરી આપવામાં આવી છે.