ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મેડમ તૂસાદ મ્યૂઝિયમમાં આવતી કાલે શ્રીદેવીનું સ્ટેચ્યું મુકાશે

મુંબઈ: દિવંગત બોલીવૂડ સ્ટાર શ્રેદેવીની મીણની પ્રતિમા બુધવારે સિંગાપુરના ખ્યાતનામ મ્યૂઝિયમ મેડમ તૂસાદમાં અનાવરણ થશે.

twitter

By

Published : Sep 3, 2019, 4:32 PM IST

દિવંગત અભિનેત્રીના પતિ બોની કપૂરે પોતાના ટ્વીટર અકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં શ્રીદેવીની મીણની આકૃતિ બનાવવાની ઝલક જોવા મળી રહી છે.

બોનીએ ટ્વીટ કરી લખ્યું હતું કે, શ્રીદેવીએ ફક્ત આપણા દિલમાં જ નહીં પણ લાખો પ્રશંસકોના દિલમાં હંમેશા માટે વસી ગઈ. મૈડમ તૂસાદ સિંગાપુરમાં 4 સપ્ટેમ્બરના રોજ તેના સ્ટેચ્યુંના અનાવરણની રાહ જોઈ રહ્યો છું.

twitter

મેડમ તૂસાદે 13 ઓગસ્ટે શ્રીદેવીની 56મીં જયંતિ પર દિવંગત અભિનેત્રીને શ્રદ્ધાંજલિ આપતા મીણનું પૂતળું બનાવવાનો નિર્ણય કર્યો છે. શ્રીદેવીનું નિધન 24 ફેબ્રુઆરીના રોજ દુબઈમાં થયું હતું. જ્યાં તે પરિવારના એક લગ્નમાં સામેલ થવા ગઈ હતી.

1963માં શ્રી અમ્મા યંગર અય્યપનના રુપમાં જન્મેલી શ્રીદેવીએ હિંદી ફિલ્મોમાં ચાંદની, મિસ્ટર ઈન્ડિયા, ચાલબાજ, નગીના, સદમા અને ઈગ્લિંશ વિંગ્લિશ જેવી ફિલ્મો કરી છે. પદ્મ શ્રી એવોર્ડથી સન્માનિત આ અભિનેત્રીએ હિંદી ઉપરાંત તમિલ, તેલુગૂ, મલયાલમ અને કન્નડ ફિલ્મોમાં પણ કામ કરેલું છે.

શ્રીદેવીની છેલ્લી ફિલ્મ મૉમ હતી. શ્રીદેવીને મરણોપરાંત સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે.

ABOUT THE AUTHOR

...view details