નવી દિલ્હી: આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરે ઉત્તર પૂર્વ દિલ્હીના હિંસાગ્રસ્ત ભજનપુરા વિસ્તારની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે હિંસા પીડિતો સાથે વાતચીત કરી હતી અને શાંતિ જાળવી રાખવા માટે અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, માત્ર વળતરથી કામ નહીં ચાલે અન્ય ઘણું બધું જરૂરી છે.
શ્રી શ્રી રવિશંકરે કરી દિલ્હી હિંસા પીડિતો સાથે મુલાકાત, ઉશ્કેરણીજનક પોસ્ટ પર 13 કેસ નોંધાયા - Provocative post
ઉત્તર પૂર્વ દિલ્હીમાં થયેલી હિંસાના કેસમાં દિલ્હી પોલીસે 167 FIR નોંધી છે અને 885 લોકોની ધરપકડ કરી છે. આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરે પણ ઉત્તર પૂર્વ દિલ્હીના હિંસાગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ પીડિતોના હાલચાલ જાણ્યા હતા.
![શ્રી શ્રી રવિશંકરે કરી દિલ્હી હિંસા પીડિતો સાથે મુલાકાત, ઉશ્કેરણીજનક પોસ્ટ પર 13 કેસ નોંધાયા Delhi Violence](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6254306-thumbnail-3x2-delhihinsa.jpg)
દિલ્હી હિંસા
શ્રી શ્રી રવિશંકરે કહ્યું કે, હિંસા ઉપર કોઈ પણ પક્ષે રાજકારણ ન કરવું જોઈએ. દરેકે સાથે મળીને સમસ્યાનું સમાધાન શોધવું જોઈએ.