તિરૂપતિઃ શ્રીલંકાના વડાપ્રધાન મહિંદા રાજપક્ષે 11 ફેબ્રુઆરી તિરૂમાલાની ટેકરી પર આવેલા વેંકટેશ્વર મંદિરની મુલાકાત લેવાના છે. આ મંદિરના અધિકારીએ જણાવ્યું હતું કે, પ્રાચીન ટેકરી પર આવેલા મંદિરમાં વિશ્વાસ ધરાવતા રાજપક્ષે સોમવારે રાત્રે અહીં રેનિગુંટા એરપોર્ટ પહોંચશે.
શ્રીલંકાના વડાપ્રધાન મહિંદા રાજપક્ષે તિરૂપતિની મંદિરની લેશે મુલાકાત - શ્રી લંકા ન્યૂઝ
શ્રીલંકાના વડાપ્રધાન મહિંદા રાજપક્ષે ભારતની મુલાકાત પર છે, ત્યારે રાજપક્ષે મંગળવારે તિરુમાલાની ટેકરી પર આવેલા ભગાવાન વેંકટેશ્વરના પ્રસિદ્ધ મંદિરના દર્શનનો લ્હાવો લેશે.
Sri Lanka PM
મળતી માહતી પ્રમાણે, વડાપ્રધાન મહિંદા રાજપક્ષે ભગવાન વેંકટેશ્વર દર્શન બાદ કોલંબો રવાના થશે. નોંધનીય છે કે, રાજપક્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર પાંચ દિવસીય ભારતની મુલાકાતે છે.