તો શ્રાવણ પર્વને વધાવી લેવા માટે અમૃતસરના સુવર્ણ મંદીરમાં ખાસ લંગરની વ્યવસ્થા કરવામાં આવે છે. સમગ્ર શ્રાવણ માસ દરમિયાન અહીં ખીર પુરી અને સ્વાદીષ્ટ વ્યંજનો બનાવવામાં આવે છે અને શ્રદ્ધાળુઓને પીરસવામાં આવે છે. આ પવિત્ર માસ દરમિયાન અનેક ભાવિકો ગોલ્ડન ટેમ્પલ આવતા હોય છે. આ વિશેષ વ્યવસ્થા પાછળ, ભક્તોની આસ્થાને પ્રબળ બનાવવા અને જરૂરીયાતમંદોને મદદ કરવાની ભાવના છે.
પવિત્ર શ્રાવણ માસ, કરો ભારતીય શિવાલયોના દર્શન... - ભારતીય શિવાલયો
ન્યુજ ડેસ્ક: ઉત્તરાખંડમાં મસુરી રોડ પર સ્થિત પ્રકાશેશ્વર મહાદેવ મંદીર, પહેલું એવું મંદીર છે જ્યાં ભક્તો પાસેથી કોઇપણ પ્રકારનું દાન લેવા પર પ્રતિબંધ છે. પહાડોની રાની મસૂરીના રસ્તામાં આવતું આ એક અનોખું શિવ મંદિર છે. પર્વતોના ઢોળાવ પર સ્થિત આ શિવ મંદિર ખીણનું સુંદર દ્રશ્ય સર્જે છે. આ ઉપરાંત આ મંદિરમાં દરરોજ ભક્તો માટે પ્રસાદ તરીકે ખીર અને ચાની વ્યવસ્થા કરવામાં આવે છે. છતાં પણ અહીં દિવાલ પર 'No Donation' લખવામાં આવ્યું છે
સુરતથી કાંવડીયાઓનો એક જત્થો બિહારના બૈદ્યનાથ ધામ પહોંચ્યો છે. ત્યારે બમ ભોલેના નાદ સાથે સુલ્તાનગંજમાં બાબાધામનું વાતાવરણ ભક્તિમય બની ગયું છે. આ જત્થો સુલ્તાનગંજની ઉત્તર વાહીની ગંગા તટથી ગંગાજળ ભરીને ભગવાનના દરબાર માટે નીકળે છે. છેલ્લા અનેક વર્ષોથી આ કાવડીયાઓ ભગવાનના દર્શન કરવા પહોંચે છે અને ભક્તો વર્ષોથી આ શ્રાવણ માસની પ્રતીક્ષા કરે છે. ભક્તોની શ્રદ્ધા છે કે બાબા બૈદ્યનાથ ધામમાં રાવણેશ્વર મહાદેવને જળાભિષેક કરવાથી ભગવાન શિવ તેમની આખું વર્ષ રક્ષા કરે છે, તેમના પર કોઇ આપત્તિ નથી આવતી અને સારૂ સ્વાસ્થ્ય રહે છે.
ઔઘડ દાની ભગવાન શંકરનો દરબાર આમ તો હમેશા ભક્તોથી ભરેલો રહે છે. પરંતુ શ્રાવણ દરમિયાન શિવમંદીરોની છટા અલૌકીક હોય છે. ઉત્તરપ્રદેશના બલરામપુરમાં આવેલું શિવલીંગ ખુબ જ વિશિષ્ટ છે કારણ કે તે ઉત્તર પૂર્વ તરફ જુકેલું છે. જે સમગ્ર ભારતમાં આવું એકમાત્ર શિવલીંગ છે. માન્યતા છે કે ઉત્તરપૂર્વ તરફ શિવજીનું નિવાસસ્થાન કૈલાસ પ્રવત આવેલો છે તેથી જ શિવલીંગ તે તરફ ઝુકેલું છે. આ દુખહરણનાથ મંદીરમાં આવેલા આ પ્રાચિનતમ અને વિશિષ્ટ શિવલીંગની પૂજા કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે તેવી માન્યતા છે, જેથી શ્રાવણમાં અહીં ભક્તોનું ઘોડાપુર ઉમટે છે.