નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના ફેલાવાને રોકવા માટે 3 મે સુધી લોકડાઉન જાહેર કરાયું છે. આ સમય દરમિયાન લોકોને ઘરોમાં રોકાવાની અપીલ કરવામાં આવી છે. દેશનું આરોગ્ય મંત્રાલય અને અન્ય સરકારી વિભાગો કોરોના વાયરસ (કોવિડ 19)ના વધી રહેલા કેસો પર સતત નજર રાખી રહ્યાં છે.
આજે રવિવારે આરોગ્ય મંત્રાલય, ગૃહ મંત્રાલય અને ભારતીય તબીબી સંશોધન સંસ્થાએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ સમય દરમિયાન ગૃહ મંત્રાલયે કહ્યું હતું કે, દેશમાં લોકડાઉનનું સખ્તપણે પાલન થવું જોઈએ. આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી કે, છેલ્લાં 14 દિવસમાં 23 રાજ્યોના 54 જિલ્લામાં કોરોના વાઇરસનો એક પણ કેસ નોંધાયો નથી.