પોલીસે જણાવ્યું કે ધાયલ જવાન અમરદીપ પરિહારને હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. સુરક્ષા દળો અને હથિયાર બંદી આતંકવાદીઓ વચ્ચે મંગળવારે મોડી રાત્રે અથડામણ થઇ હતી. બુધવારે સવારે 5 કલાકે જમ્મુ કાશ્મીર પોલીસે ટ્વીટ કરી અથડમણની જાણકારી આપી હતી.
જમ્મુ: 370 કલમ રદ કર્યા બાદ પ્રથમ અથડામણ, એસપીઓ શહીદ - હોસ્પીટલ
શ્રીનગર: જમ્મુ કાશ્મીરના બારામુલા જિલ્લામાં મંગળવારે રાત્રે આતંકવાદીઓ સાથેની અથડામણમાં રાજ્ય પોલીસના એક એસપીઓ શહીદ થયા છે અને એક અન્ય પોલીસ જવાન ઘાયલ થયો છે. રાજ્યમાં 370 કલમ રદ કર્યા બાદ આ પ્રદેશમાં પ્રથમ અથડામણ છે. સુરક્ષા બળોએ અથડામણ સમયે એક આતંકવાદીને ઠાર કર્યો હતો. જેની ઓળખાણ કરવામાં આવી રહી છે. પોલીસના જણાવ્યાં અનુસાર શહીદ થયેલા પોલીસ જવાનનું નામ બિલાલ છે.
જમ્મુ: 370 કલમ રદ કર્યા બાદ પ્રથમ અથડામણ, એસપીઓ શહીદ
રાજ્ય પોલિસે ટ્વીટ કર્યુ, " અથડામણ પુર્ણ થઇ, જેમાં એક આતંકવાદીને ઠાર કરાયો, જેની ઓળખાણ કરવામાં આવી રહી છે. તેની પાસેથી ગોળા-બારૂદને ઝડપી પાડ્યા છે. અથડામણમાં સુરક્ષા બળો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબારી હતી. ગોળીબારી મંગળવારે સવારે લગભગ 5 કલાકે શરૂ થઇ હતી અને સમગ્ર વિસ્તારને ધેરી લીધો હતો.
Last Updated : Aug 21, 2019, 12:17 PM IST