ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વંદે ભારત મિશનઃ ખાડીના દેશોમાંથી ભારતીયોને પરત લાવવા સ્પાઇજેટ ભરશે ઉડાન - ઇન્ડિયન એરલાઇન્સ

દેશની ખાનગી એરલાઇન્સ કંપની સ્પાઇસજેટ યૂએઇ, સાઉદી અરેબીયા અને ઓમાનમાં ફસાયેલા 4,500 ભારતીયોને દેશમાં પરત લાવવા માટે 25 ફ્લાઇટ્સનું સંચાલન કરી રહી છે. આ ઉડાનનું સંચાલન વંદે ભારત મિશન અંતર્ગત કરવામાં આવશે.

Vande Bharat Mission
સ્પાઇજેટ

By

Published : Jul 6, 2020, 6:02 PM IST

નવી દિલ્હીઃ દેશની મુખ્ય ખાનગી એરલાઇન્સ કંપની સ્પાઇસજેટ વિદેશામાં ફસાયેલા 4,500 ભારતીયોને વતન પરત લાવશે. વંદે ભારત મિશન અંતર્ગત 25 ઉડાનનું સંચાલન કરવામાં આવશે.

સ્પાઇજેટ

સ્પાઇસજેટે રાસ અલ-ખૈમાહ, જેદ્દા, રિયાદ અને દમ્મસથી વંદે ભારત મિશન અંતર્ગત 6 ઉડાનનું સંચાલન કર્યું હતું. જેમાં અત્યારસુધીમાં અમદાવાદ, ગોવા અને જયપુરમાં એક હજારથી વધારે ભારતીય નાગરિકો પોતાના વતન પરત ફર્યા છે.

એરલાઇન્સ આ મહિને રાસ અસ અલ-ખૈમાહ, જેદ્દા, રિયાદ અને મસ્કતથી બેંગલુરુ, હૈદરાબાદ, લખનઉ, કોઝીકોડ, કોચી, તિરુવનંતપુરમ અને મુંબઇ માટે 19 ફ્લાઇટ્સ સંચાલિત કરશે.

સ્પાઇસજેટના અધ્યક્ષ અને પ્રબંધ નિર્દેશક અજય સિંહે કહ્યું કે, ‘વંદે ભારત મિશન સિવાય પણ અમે લગભગ 30,000 ભારતીય નાગરિકોને વતન પરત લાવવા માટે 200થી વધારે ચાર્ટર ફ્લાઇટ્સનું સંચાલન કર્યું છે.’

ઉલ્લેખનિય છે કે, રવિવારના રોજ રાષ્ટ્રીય વિમાન કંપની એર ઇન્ડિયાએ ઘોષણા કરી હતી કે, તેઓ ભારત અને અમેરિકા વચ્ચે 36 ઉડાનોનું સંચાલન કરશે. આ ઉડાન 11થી 19 જુલાઇ 2020 સુધી સિમિત રહેશે.

નાગરિક ઉડ્ડયન મંત્રાલયના અનુસાર વંદે ભારત મિશન અંતર્ગત 4 જુલાઇ સુધી વિદેશમાં ફસાયેલા ભારતીય લોકોને પરત લાવવા માટે 1,811 ઉડાનોનું સંચાલન કર્યું હતું. આ ઉડાનમાં 2.37 લાખથી વધુ પ્રવાસીઓ ભારત પરત ફર્યા છે.

ABOUT THE AUTHOR

...view details