ગુજરાત

gujarat

ETV Bharat / bharat

SPG જવાન વડાપ્રધાન મોદીની સુરક્ષાને લઇને પહોંચ્યાં મનાલી - Atal Tunnel

વડાપ્રધાન મોદીની મુલાકાતને લઇને સુરક્ષા એજન્સીઓએ અટલ ટનલને સીલ કરી દીધી છે. એસપીજી ટીમના બે ડઝન જવાન પીએમ મોદીની સુરક્ષા માટે મનાલી પહોંચી ગયાં છે.

SPG જવાન પીએમ મોદીની સુરક્ષાને લઇને પહોંચ્યાં મનાલી
SPG જવાન પીએમ મોદીની સુરક્ષાને લઇને પહોંચ્યાં મનાલી

By

Published : Sep 28, 2020, 1:10 PM IST

મનાલીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 ઓક્ટોબરે 9.2 કિલોમીટર લાંબી અટલ ટનલને દેશવાસીઓના ઉપયોગ માટે લોકાર્પિત કરશે. તે અવસરને લઇને મનાલીમાં સુરક્ષા એજન્સીઓનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન મોદીની મુલાકાતને લઇને જયરામ સરકાર અને સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે.

સુરક્ષા કારણોને લઇને ટનલને પૂર્ણપણે સીલ કરી દેવામાં આવી છે. ટનલની અંદરથી હવે કોઇ જ પ્રકારની અવરજવર નહીં થાય. સીમા સડક સંગઠન-બીઆરઓના સાઉથ પોર્ટલ સહિત નોર્થ પોર્ટલ સુધી સુરક્ષા કડક બનાવી દેવાઇ છે.

ટનલની અંદર બીઆરઓના વાહનો કે ન તો અન્ય પ્રકારના વાહનને પ્રવેશવા દેવાશે. રવિવારે ટનલ નિહાળવા માટે પહોંચી ગયેલાં લોકોના લગભગ એક ડઝન વાહનોને પણ મનાલી પાછાં મોકલી દેવાયાં છે. રવિવારે મોડી સાંજે એસપીજીના આશરે બે ડઝન જવાન મનાલી પહોંચી ગયાં છે, જેઓ સોમવારે રેલી સ્થળની સાથોસાથ ટનલ અને હેલિપેડનું નિરીક્ષણ કરશે.

એસપીજીની જુદીજુદી ટીમ 29 સપ્ટેમ્બર સુધી મનાલી પહોંચશે. પીએમની મુલાકાત દરમિયાન આશરે 100 અધિકારી અને કમાન્ડો હાજર રહેશે. ટનલના મુખ્ય અધિકારી બ્રિગેડિયર કેપી પુરુષોત્તમને જણાવ્યું હતું કે સુરક્ષાની દ્રષ્ટિએ ટનલને સીલ કરી દેવામાં આવી છે. તેમણે કહ્યું કે એકબે દિવસમાં એસપીજીની ટીમ ફરી એકવાર ટનલની સુરક્ષાની જાંચ કરશે.

ABOUT THE AUTHOR

...view details