સરકારના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને હવેથી Z પ્લસ સુરક્ષા આપવામાં આવશે. અત્યાર સુધી તેમને SPG સુરક્ષા આપવામાં આવતી હતી. જેને હવે પાછી ખેંચવામાં આવી છે.
2004થી 2014 સુધી દેશના વડાપ્રધાનનું પદ સંભાળનાર મનમોહન સિંહ પાસેથી SPG સુરક્ષા પરત લેવા માટે અનેક ખાનગી એજન્સી સાથે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ આ નિર્ણય લેવાયો છે.
વિશેષ સુરક્ષા સમૂહ (SPG) દ્વારા અપાતી સુરક્ષા પરત લેવાનો નિર્ણય ગૃહમંત્રાલયની વિભિન્ન ખાનગી એજન્સીઓ દ્વારા મળેલી માહિતી અને ત્રણ મહિના સુધી કરેલી સમીક્ષાના બાદ લેવાયો છે.
વિશેષ સુરક્ષા સમૂહ (SPG) સંરક્ષણ દેશ અપાતી સર્વોચ્ચ સુરક્ષા કવચ છે...
મનમોહન સિંહ પાસેથી SPG સુરક્ષા પરત ખેંચાયા બાદ હવે ફક્ત વડાપ્રધાન મોદી, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પાસે જ આ સુરક્ષા કવચ છે.
SPG અધિનિય 1988 અનુસાર 2014માં વડાપ્રધાન તરીકેનો કાર્યકાળ પૂર્ણ કર્યા બાદ 1 વર્ષ સુધી SPG સુરક્ષા મેળવવાનો અઘિકાર છે.
લ્લેખનીય છે કે, 2014માં મનમોહનસિંહની દિકરીએ SPG સુરક્ષા લેવાની મનાઇ કરી હતી. SPGની રચના 1985માં કરવામાં આવી હતી. પૂર્વ વડાપ્રધાન ઇન્દિરાગાંધીની હત્યા બાદ 1985માં SPG અસ્તિત્વ આવ્યું હતું. વડાપ્રધાનની સુરક્ષા માટે સંસદે 1988માં SPGનો ખરડો પસાર કર્યો અને કાયદો બનાવ્યો હતો.
આ નેતાઓ પાસેથી SPG સુરક્ષા પાછી ખેંચાઈ હતી.....
- 1989માં વીપી સિંહના કાર્યકાળમાં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની SPG સુરક્ષા રદ કરવામાં આવી હતી.
- 1991માં રાજીવ ગાંધીની હત્યા થયા બાદ SPGના અધિનિયમ અસ્તિત્વમાં આવ્યો હતો. ત્યારબાદ તમામ પૂર્વ વડાપ્રધાન અને તેમના પરિવારને લગભગ 10 વર્ષ સુધી SPG સુરક્ષા મળી હતી. ત્યારબાદ અટલ બિહારી વાજપેયની સરકારમાં SPGના કામકાજની સમીક્ષા કરી હતી. પૂર્વ વડાપ્રધાન પી.વી નરસિમ્હા રાવ, એચ.ડી દેવગૌડા અને આર.કે. ગુજરાલ પાસેથી SPG સુરક્ષા પરત ખેંચવાનો નિર્ણય લેવાયો હતો.
વાજપેયી સરકાર દરમિયાન 2003માં SPG અધિનિયમમાં ફેરફાર કરવામાં આવ્યાં હતા. પૂર્વ વડાપ્રધાનનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ 10 વર્ષ અપાતી SPG સુરક્ષાને ઘટાડીને 1 વર્ષ કરવામાં આવી હતી. ત્યારબાદ સરકારમાં અનેકવાર આ સમયગાળાને વધારવા માટે સમીક્ષા કરવામાં આવે છે, પણ હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી.