કોટા : રાજસ્થાનના કોટાથી ઝારખંડના વિદ્યાર્થીઓને પરત ફરવાને લઇને શનિવારે રાત્રે ઘનબાદથી એક ટ્રેનને રવાના કરાઇ હતી. આ ટ્રેનના 24 ડબ્બાઓમાં 956 વિદ્યાર્થીઓ તેના સાથીઓનો સમાવેશ કરાયો છે.
કોટાથી 956 વિદ્યાર્થીઓને લઇ ધનબાદ માટે રવાના થઇ સ્પેશિયલ ટ્રેન
ઝારખંડના વિદ્યાર્થીઓને પરત લઇ આવવા માટે શનિવારે એક ટ્રેનને ધનબાદ ખાતે રવાના કરાઇ છે. આ ટ્રેનના 24 ડબ્બાઓમાં 956 વિદ્યાર્થીઓ અને તેના સાથીઓને બેસાડવામાં આવ્યા છે. કોટાથી શનિવાર મોડીરાત્રે 9:30 કલાકે રવાના થયેલી ટ્રેન રવિવારે 4 કલાકે ધનબાદ ખાતે પરત ફરશે.
શનિવારે મોડીરાત્રે 9:30 કલાકે રવાના થયેલી ટ્રેન રવિવારે 4 કલાકે ઘનબાદ ખાતે પરત ફરશે. આ ટ્રિપમાં બોકારો, ઘનબાદ, ગિરિડીહ, કોડરમા, દુમકા, જામતારા, ગોડા, સાહેબગંજ, પાકુરના વિદ્યાર્થીઓ સામેલ છે.
આ સમગ્ર વ્યવસ્થાને લઇને રેલ્વે અધીકારીઓ સાથે વાતચીત કરતા જણાવ્યું કે, 24 ડબ્બાની વિશેષ ટ્રેનને દોડાવવામાં આવી છે. જે શરૂના સ્ટેશનથી લઇને છેલ્લા સ્ટેશન સુધી ક્યાંય પણ સ્ટોપ કરવામાં નહી આવે. તે દરમિયાન ટ્રેનમાં જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ સમગ્ર વ્યવસ્થાને લઇને રાજ્ય અને જિલ્લા તંત્રનો આભાર વ્યક્ત કરવો જોઇએ.